Aapnu Gujarat
રમતગમત

કોહલીએ સદી ફટકારી ભગવાન ગણાતા સચિનના રેકોર્ડની બરાબરી કરી

કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે દક્ષિણ આફ્રિકા અને ભારતીય ટીમ વચ્ચે બળાબળના પારખા થઈ રહ્યા છે. આ ક્રિકેટ મેચ ભારતીય ટીમના ખ્યાતનામ ખેલાડી વિરાટ કોહલીના જીવનમાં સૌથી બેસ્ટ બની ગઈ છે. કારણ કે આજે તેમણે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી પોતાના નામે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી લીધી છે.કોહલીએ ચાહકોને બર્થ ડે ગિફ્ટ પણ આપી છે. કોહલીએ આજે શતક જડી ક્રિકેટના ભગવાન સચિનના વન-ડે મહારેકોર્ડની કરી બરાબરી છે તેઓએ ૪૯મી સદી ફટકારતા શાનદાર ઉત્સાહનો માહોલ છે.
કોહલીએ ૧૦ ચોગ્ગા મારી સિદ્ધી મેળવી છે. ૧૧૯ બોલમાં ૧૦૦ રનની જોરદાર ઇનિંગ્સ રમી કિંગ કોહલીએ તરખાટ મચાવી દીધો છે.જેને લઈને સ્ટેડીયમમાં લોકોએ ઉભા થઈ મોબાઈલની લાઈટો કરી જોરદાર ઉજવણી કરી હતી. વધુમાં દેશ અને દુનિયાભરના ભારતીયો અદ્ભુત ઉજવણી કરી રહ્યા છે.
કિંગ કોહલીએ ૨૦૦૮માં આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૦૮માં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યું હતું. તે વર્ષે ૫ મેચ રમવા છતાં તે સદી ફટકારી શક્યો નહોતો. આ પછી વર્ષ ૨૦૦૯માં નવેમ્બર સુધી સદી ફટકારી શક્યો ન હતો.જ્યારે ડિસેમ્બરમાં શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે કિંગ કોહલીને આ તક મળી હતી.
પોતાની રમત, ફિટનેસ અને આક્રમક શૈલી માટે પ્રખ્યાત વિરાટ કોહલી ભારતીય ટીમની બેટિંગનો જીવ છે અને તે ૨૦૨૩નાર્ ંડ્ઢૈં વર્લ્ડ કપમાં સતત પોતાને સાબિત કરી રહ્યા છે. આ સાથે જ વિરાટ કોહલીના નામે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એક કરતા વધુ રેકોર્ડ પણ નોંધાયેલા છે. છેલ્લા ૧૫ વર્ષમાં તેણે ભારતીય ક્રિકેટ અને ટીમ માટે ઘણું કર્યું છે. ટીમમાં કેપ્ટનશીપનું પદ પણ સંભાળ્યું છે અને એક ભારતીય બેટ્‌સમેન તરીકે તેણે ક્રિકેટ ચાહકોને એવી ખુશીની ક્ષણો આપી છે જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
ભારતીય ટીમનો માસ્ટર બલ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી ૩૫ વર્ષનો થઈ ગયો છે. જે દેશનો સૌથી સફળ ખેલાડીઓમાનો એક છે અને તેના નામે અનેક રેકોર્ડ નોંધાઈ ગયા છે. તેણે બોલ સાથે પણ એક અનોખો રેકોર્ડ બનાવેલો છે. તે ્‌૨૦માં એકપણ બોલ ફેંક્યા વિના વિકેટ લેનાર પ્રથમ ખેલાડી છે. તેની ટી-૨૦ કારકિર્દીનો પ્રથમ બોલ વાઈડ હતો અને તેના પર ઈંગ્લેન્ડના કેવિન પીટરસનને સ્ટમ્પ કરવામાં આવ્યો હતો.

Related posts

हमारे युवा गेंदबाजों को शमी से सीखना चाहिए : फाफ डु प्लेसिस

aapnugujarat

T20 : अफगानिस्तान से हारते ही बांग्लादेशी टीम में फेरबदल

aapnugujarat

कोहली ने खोला राज, बताया – इंग्‍लैंड दौरे पर बुरी तरह फ्लॉप होने के बाद सचिन ने कैसे की थी मदद

editor
UA-96247877-1