Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજસ્થાન ભાજપ દ્વારા ૧૫ ઉમેદવારોના નામની જાહેરાત

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ માટે ભાજપે ઉમેદવારોની ૫મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ૧૫ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ બે ઉમેદવારોની ટિકિટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. યાદી મુજબ ભાજપે બેરોજગાર યુવાનોને એક કરીને લડત આપનાર યુવા ઉપેન યાદવને મેદાનમાં ઉતાર્યા છે. કોલાયતથી ટિકિટ બદલવામાં આવી છે. અહીં ભાજપે દેવીસિંહ ભાટીની પુત્રવધૂને બદલે તેમના પૌત્રને ટિકિટ આપી છે. ભાજપની પાંચમી યાદીમાં હનુમાનગઢથી અમિત ચૌધરી, કોલાયતથી અંશુમાન સિંહ ભાટી, સરદારશહેરથી રાજકુમાર રિનવા, શાહપુરાથી ઉપેન યાદવ, સિવિલ લાઈન્સથી ગોપાલ શર્મા, કિશનપોળથી ચંદ્રમોહન બટવાડ, આદર્શનગરથી રવિ નય્યર, વિજય બંસલ, વિજયભાઈ બંસલ અને હનુમાનગઢથી અમીત ચૌધરીનો સમાવેશ થાય છે. રાજખેરામાંથી અશોક શર્મા, મસુદાથી અભિષેક સિંહ, શેરગઢથી બાબુ સિંહ રાઠોડ, માવલીથી કેજી પાલીવાલ, પીપલદાથી પ્રેમચંદ ગોચર, કોટા ઉત્તરથી પ્રહલાદ ગુંજલ, બરન અત્રુ (જીઝ્ર) રાધેશ્યામ બૈરવાને સ્થાન આપવામાં આવ્યું છે. વસુંધરા રાજેના નજીકના બાબુ સિંહ રાઠોડ, પ્રહલાદ ગુંજલ અને વિજય બંસલને પણ જયપુરમાં ટિકિટ આપવામાં આવી છે.
રાજસ્થાન ભાજપે રાજસ્થાનની ૨૦૦માંથી કુલ ૧૯૭ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. હવે માત્ર ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામની રાહ જોવાઈ રહી છે. આ બેઠકો ધોલપુર જિલ્લાની બારી બેઠક અને બાડમેર જિલ્લાની બાડમેર અને પચપદ્રા બેઠકો છે. સાથે જ આ વખતે બે ઉમેદવારોની ટિકિટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બારન-અત્રુથી સારિકા ચૌધરીના સ્થાને રાધેશ્યામ બૈરવાને ટિકિટ આપવામાં આવી છે. પૂનમ કંવર ભાટીની જગ્યાએ અંશુમન ભાટીને કોલાયત સીટથી ટિકિટ મળી છે.

Related posts

૧૧મીએ દેશભરના ૩ લાખ તબીબો હડતાળ પર

editor

विश्व पर्यावरण दिवस: केंद्रीय मंत्री प्रकाश जावड़ेकर करेंगे पौधारोपण की शुरुआत

aapnugujarat

પાકિસ્તાન-કચ્છ-જામનગર માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા તાલિબાનોનું કાવતરું

editor
UA-96247877-1