Aapnu Gujarat
રમતગમત

હું અને ધોની મિત્ર નથી, માત્ર ક્રિકેટ પૂરતી જ દોસ્તી હતી : YUVRAJ SINGH

ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને એક સમયના સ્ટાર બેટ્‌સમેન યુવરાજ સિંહે કહ્યું છે કે એમ એસ ધોની અને તેની વચ્ચે મિત્રતા નથી. યુવરાજે એક ટોક શોમાં આ ધડાકો કર્યો હતો. ભારતના સૌથી સફળ કેપ્ટન તરીકે ઓળખાતા એમ એસ ધોની સાથે રમવાના અનુભવ કેવા રહ્યા તે વિશે યુવરાજ સિંહે વાત કરી હતી. ૨૦૦૭માં ભારત ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યું હતું અને ૨૦૨૨માં વનડે વર્લ્ડ કપમાં ભારતનો વિજય થયો હતો. આ બંને ટુર્નામેન્ટમાં યુવરાજ સિંહે અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ધોનીની આગેવાની હેઠળ ભારતનો બંને ટુર્નામેન્ટમાં વિજય થયો હતો.
યુવરાજ સિંહ અને ધોની બંને એટલા આક્રમક બેટ્‌સમેન હતા કે તેમને બેસ્ટ ફિનિશર તરીકે ઓળખવામાં આવતા હતા. હવે એક વીડિયો ક્લિપમાં યુવરાજે કહ્યું છે કે અમે ક્રિકેટના કારણે જ મિત્રો હતા.
તેણે કહ્યું કે “હું અને ધોની ગાઢ મિત્ર ન હતા. અમારી દોસ્તી ક્રિકેટના કારણે હતી. અમે સાથે રમતા હતા. ધોનીની લાઈફસ્ટાઈલ અને મારી લાઈફસ્ટાઈલ એકદમ અલગ હતી. અમે બંને જ્યારે મેદાનમાં ઉતરતા ત્યારે અમારું ૧૦૦ પર્સસન્ટ આપવાની કોશિશ કરતા હતા. ધોની કેપ્ટન હતા અને હું વાઈસ કેપ્ટન હતો. તમે જ્યારે કેપ્ટન અને વાઈસ કેપ્ટન હોવ ત્યારે તમારા નિર્ણયોમાં ક્યાંક ઘર્ષણ પણ થવાનું છે.”
“કેટલીક વખત ધોની એવા નિર્ણય લેતા જે મને પસંદ ન હતા. કેટલીક વખત હું એવા નિર્ણય લેતો જે ધોનીને પસંદ ન હતા. આવું દરેક ટીમમાં થાય છે.”
યુવરાજે કહ્યું કે, “મારી કારકિર્દીના અંતે મેં ધોની સાથે વાત કરી અને તેમની સલાહ માંગી. તેણે મને કહ્યું કે સિલેક્શન કમિટી હવે મને નજરમાં નથી રાખતી. કમસે કમ મને ખબર તો પડી કે મારી કારકિર્દીનું ચિત્ર શું છે. ૨૦૧૯ના વર્લ્ડકપથી અગાઉ જ આમ થયું. આ એક વાસ્તવિકતા છે.”
યુવરાજે કહ્યું કે બે વ્યક્તિની લાઈફસ્ટાઈલ એકદમ સરખી ન હોય અને તેથી તે એકબીજાના મિત્ર ન હોય તે સ્વભાવિક છે. બધાની સ્કીલ અલગ હોય છે. કેટલાક લોકો અમુક ચોક્કસ લોકોની સાથે ફરતા હોય છે. તમે બધાના સારા મિત્ર હોવ તે જરૂરી નથી. તમે કોઈ પણ ટીમ લેશો તો તેમાં બધા ૧૧ ખેલાડીનું એકબીજા સાથે સારું બનતું હોય તે જરૂરી નથી. પરંતુ તમે જ્યારે મેદાનમાં ઉતરો ત્યારે ઈગોને એક બાજુ મૂકીને આવવું પડે છે.
તેણે કહ્યું કે, “ઘણી વખત મેચમાં ધોનીને ઈજા થઈ હતી ત્યારે હું તેમનો રનર રહ્યો હતો. એક વખત ધોની સદી કરવાની તૈયારીમાં હતા અને તેની સદી થાય તે માટે મારે તેને સ્ટ્રાઈક અપાવવા માટે મેં છલાંગ લગાવી હતી જેથી બે રન મળે. તેવી જ રીતે નેધરલેન્ડ સામે હું ૪૮ રન પર હતો. મારે અર્ધસદી માટે બે રનની જરૂર હતી. માહીએ બંને દડા બ્લોક કર્યા જેથી મારા ૫૦ રન થઈ જાય.”

Related posts

कप्तान बना तो डरा हुआ था : कपिल

aapnugujarat

ભારત સામેની બાકીની ત્રણ મેચ માટે વિન્ડિઝ ટીમ જાહેર : કાયલી હોપ અને સુનિલ અમ્બ્રીસનો સમાવેશ

aapnugujarat

IPL 2020 to be held in UAE : Chairman Brijesh Patel

editor
UA-96247877-1