Aapnu Gujarat
રમતગમત

વર્લ્ડ કપમાં સૌથી વધુ ૬ સદીના સચિનના રેકોર્ડની વોર્નરે બરોબરી કરી

ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે નેધરલેન્ડ્‌સ સામે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ગઈકાલે રમાયેલી મેચમાં ૯૩ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી શાનદાર ૧૦૪ રન બનાવ્યા હતા. આ તેની વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ત્રીજી સદી છે. આ સદી સાથે વોર્નરે એક નહીં પણ ત્રણ રેકોર્ડ બનાવ્યા હતા. ડેવિડ વોર્નર વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર સંયુક્ત રીતે બીજો ખેલાડી બની ગયો છે. તેણે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. વોર્નર અને સચિને વન-ડે વર્લ્ડ કપમાં ૬-૬ સદી ફટકારી છે. આ સાથે જ વોર્નરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને શ્રીલંકાના પૂર્વ ખેલાડી કુમાર સંગાકારાના ૫ સદીના રેકોર્ડને તોડી દીધો છે. આ લીસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું નામ ટોપ પર છે.
વોર્નર સૌથી ઝડપી ૨૨ સદી ફટકારનાર ત્રીજો બેટ્‌સમેન બની ગયો છે. તેણે ૧૫૩ ઇનિંગ્સમાં ૨૨ સદી ફટકારી છે. આ મામલામાં તેણે એબી ડી વિલિયર્સ અને રોહિત શર્માને પાછળ છોડી દીધા છે. ડી વિલિયર્સ અને રોહિતે અનુક્રમે ૧૮૬ અને ૧૮૮ ઇનિંગ્સમાં ૨૨ સદી ફટકારી હતી. આ લીસ્ટમાં સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી હાશિમ અમલાનું નામ ટોપ પર છે. અમલાએ ૧૨૬ ઇનિંગ્સમાં ૨૨ સદી ફટકારી હતી. બીજા નબર પર વિરાટ કોહલી છે. કોહલીએ ૧૪૩ ઇનિંગ્સમાં ૨૨ સદી ફટકારી હતી.
ઓસ્ટ્રેલિયા માટે વન-ડે વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારનાર બેટ્‌સમેનની લીસ્ટમાં પણ ડેવિડ વોર્નરનું નામ સામેલ થઇ ગયું છે. વોર્નર ઉપરાંત માર્ક વો (૧૯૯૬), પોન્ટિંગ (૨૦૦૩-૦૭) અને મેથ્યુ હેડન (૨૦૦૭) વન-ડે વર્લ્ડ કપમાં સતત બે સદી ફટકારી ચૂક્યા છે.

Related posts

PKL 7 : Haryana Steelers defeated Bengal Warrior by 36-33

aapnugujarat

ઓસાકાએ યુએસ ઓપન તાજ જીત્યો

aapnugujarat

IPL 2020 : CSK के पास हैं 11 कप्तान : रैना

editor
UA-96247877-1