Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ઈડીના દરોડાની ગંદી રમત રમી રહી છે : મમતા

પશ્ચિમ બંગાળ સરકારમાં અગાઉ ખાદ્ય મંત્રીનો કાર્યભાર સંભાવનાર અને હાલ કોલકાતામાં પશ્ચિમ બંગાળના વન મંત્રી જ્યોતિપ્રિય મલિકના ઘરે ઈડીએ દરોડા પાડ્યા બાદ રાજકારણ ગરમાયું છે.
મલિકના ત્યાં દરોડા મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી) ગુસ્સે ભરાયા છે. બેનર્જીએ ભાજપ પર ઈડીના દરોડા અને એનસીઆરટીભલામણ સહિત ઘણા મુદ્દાઓ પર નિશાન સાધ્યું છે. તૃણમુલ કોંગ્રેસના ચીફ મમતા બેનર્જીએ કહ્યું કે, ‘ભાજપ ચૂંટણી પહેલા વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ઈડીના દરોડાની ગંદી રમત રમી રહી છે. મારો સવાલ છે કે, શું ભાજપના કોઈ નેતાના ઘરે એક પણ દરોડા પાડવામાં આવ્યા. ઉપરાંત તેમણે ભાજપ અને ઈડી વિરુદ્ધ એફઆઈઆરનોંધવાની ધમકી ઉચ્ચારી છે.’
ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત તેલંગણા, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને મધ્યપ્રદેશમાં નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને પરિણામ ત્રીજી ડિસેમ્બરે જાહેર થવાનું છે. દરમિયાન ઈડીની ટીમે આજે ૨૬ ઓક્ટોબરે કરોડો રૂપિયાના કથિત રાશન વિતરણ મામલે પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિય મલિકના નિવાસસ્થાને દરોડા પાડ્યા. રાજસ્થાન માં પણ કથિત પરીક્ષા પેપર લીકની મની લોન્ડ્રિંગ મામલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્રને સમન્સ પાઠવવામાં આવ્યું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જ્યોતિપ્રિય મલિકના ત્યાં ઈડીના દરોડા મામલે કહ્યું કે, જ્યોતિપ્રિયને હાઈ સુગરની બિમારી છે, જો તેમને કંઈ થયું કે તેમનું મોત થયું તો હું ભાજપ અને ઈડી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવીશ. મમતાએ એનસીઈઆરટી કમિટીના પાઠ્‌યપુસ્તકોમાં ‘ઈન્ડિયા’નું નામ ‘ભારત’ કરવાની સંબંધીત ભલામણ પર ભાજપ નિશાન સાધતા કહ્યું કે, અચાનક આવી વાત કેમ કરવામાં આવી રહી છે…
મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, ભાજપ કહે છે કે, તેઓ ‘સબકા સાથ સબકા વિકાસ’ ઈચ્છે છે, જોકે વાસ્તવમાં તેનો અર્થ ાુસબકા સાથ, સબકા સત્યાનાશ’ છે.

Related posts

મ.પ્રદેશમાં તાલિબાની સજાઃ પ્રેમી સાથે ભાગી ગઇ પત્ની,ઝાડ સાથે બાંધી પિટાઇ કરી

aapnugujarat

લખીમપુરખીરી જિલ્લામાં પત્નીનું કાપેલું માથું લઈ પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો

aapnugujarat

ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી જારી રહેશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

aapnugujarat
UA-96247877-1