Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦૪૦ સુધી દેશમાં ગરમી ચારથી દસ ગણી વધી શકે છે

ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપથી વિકસી રહેલ વિશ્વ સાથે વધી રહેલ કાર્બન ઉત્સર્જન કારણે ગ્લોબલ વોર્મિંગ ધરતીના વાતાવરણ માટે સૌથી મોટો ખતરો બનીને ઉભરી આવ્યું છે. જો આ રીતે જ કાર્બન ઉત્સર્જન થતું રહેશે તો તે ધરતીને ધધકતી ભઠ્ઠીમાં ફેરવી દેશે જેથી માણસો માટે જીવવું અઘરું થઇ જશે.
વિશ્વની સાથે સાથે તેની પ્રતિકુળ અસર ભારતમાં પણ વ્યાપકપણે થશે. ડીએસટીના મહામના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઇન ક્લાયમેન્ટ ચેન્જ રીસર્ચના વિશ્લેષણમાં આ ભવિષ્યવાણી કરાઈ છે કે ૨૦૪૦ સુધી દેશના ઘણા શહેરોમાં ગરમી ચારથી દસ ગણી વધી શકે છે. આ અભ્યાસના રીપોર્ટમાં દાવો કરાયો છે કે ૨૦૪૦ સુધી ગ્લોબલ વોર્મિંગ હેઠળ કાર્બન ઉત્સર્જન પર લગામ લગાવવાના સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેમ છતાં ચારથી સાત ગણી ગરમી વધશે અને આ પ્રયત્નો નિષ્ફળ રહ્યા તો ગરમી પાંચથી દસ ગણી વધી શકે છે. જાણકારી અનુસાર ૧૯૬૧થી ૨૦૨૧ વચ્ચે ભારતમાં હીટવેવના સમયગાળામાં આશરે અઢી દિવસનો વધારો થયો છે.
મહત્વની વાત તે છે કે આ રીપોર્ટ ભારતના હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિકોએ દેશના વિવિધ હિસ્સોમાં જળવાયુ પરિવર્તન અને તેની અસર પર કરવામાં આવેલ અભ્યાસ પરના રિપોર્ટ સાથે મેળ ખાય છે. એક રીપોર્ટ અનુસાર રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૬૦ સુધી ભારતના શહેરોમાં હીટ વેવના સમયગાળામાં વધારો થશે અને આ વધારો બારથી અઢાર દિવસનો હોઈ શકે છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારતમાં ૩૦ દિવસના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા ચાર વખત હિટ વેવ આવી શકે છે જે હીટ સ્ટ્રોકનું કારણ બનશે.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે આવા નક્કર ડેટા ભવિષ્યમાં ભારતીય શહેરોમાં વધતી ગરમીને રોકવા માટેના પગલાં લેવામાં મદદરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે આના પર કામ ચાલી રહ્યું છે અને કેન્દ્ર સરકારે તમામ શહેરો માટે હીટ એક્શન પ્લાન બનાવવાનું શરૂ કર્યું છે. એવા શહેરોની ઓળખ કરવામાં આવી રહી છે જ્યાં ગરમીનું મોજું આવવાની સંભાવના છે જેથી લોકો માટે સલામતીના પગલાં લઈ શકાય. સ્કાયમેટ વેધર સર્વિસિસના હવામાનશાસ્ત્ર અને આબોહવા પરિવર્તનના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પાલાવત કહે છે કે હવામાન પરિવર્તનની અસરો લાંબા સમયથી દેખાઈ રહી છે. દર વર્ષે રેકોર્ડ ગરમી નોંધાઈ રહી છે. આવનારા દિવસોમાં આમાં ચોક્કસપણે વધારો થશે અને ઘણી ચિંતાજનક સ્થિતિ ઊભી થશે.

Related posts

कुमारस्वामी सरकार को गिराना में सफल नहीं होंगी भाजपा : सिद्धारमैया

aapnugujarat

મક્કા કેસ : જાવેદ અખ્તરના નિવેદનથી ફરીથી હોબાળો

aapnugujarat

ટુજી કેસ : કાનીમોઝી સાથે રાહુલ-મનમોહનની મંત્રણા

aapnugujarat
UA-96247877-1