Aapnu Gujarat
ટેકનોલોજી

ભારતના લોકો અને કંપનીઓ ટેકનોલોજી અપનાવવામાં સૌથી આગળ : માર્ક ઝકરબર્ગ

વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની મેટાના માલિક માર્ક ઝકરબર્ગ વર્ષોથી ભારતના આફરીન છે. કેમ ન પણ હોય ? કોઈપણ કંપની માટે વિશ્વનું સૌથી મોટું બજાર, ભારતમાં ધંધો ચલાવવો હોય તો ભારતને કેન્દ્ર સ્થાને રાખવું આવશ્યક જ છે. ફરી એક વખત ભારતના વખાણ કરતા માર્કે ભારતને વિશ્વ નેતા ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ભારતના લોકો અને કંપનીઓ ટેકનોલોજી અપનાવવામાં સૌથી આગળ છે.
મેટાનો જ એક ભાગ, મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્‌સએપે બુધવારે એક ઇવેન્ટમાં પેમેન્ટ સોલ્યુશન્સ અને અન્ય ઘણા ફીચર્સ લોન્ચ કર્યા હતા. સીઈઓ માર્ક ઝકરબર્ફગે મુંબઈમાં આયોજિત વોટ્‌સએપ કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધિત કરતા માર્કે ભારતના વખાણ કર્યા હતા. તેમણે ભારતના ડિજિટલ પેમેન્ટ સ્વીકૃતિની ભરપેટ પ્રશંસા કરી હતી. ભારતના લોકો અને ભારતીય કંપનીઓ ટેક્નોલોજી અપનાવવામાં સૌથી આગળ છે. લોકો અને કંપનીઓ વિવિધ કાર્યોને પૂર્ણ કરવા માટે મેસેજિંગનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે તેમાં પણ ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે.
બુધવારે વ્હોટ્‌સએપએ પેયુ અને રોઝોરપે સાથે હાથ મિલાવ્યા છે. આ જોડાણ સાથે વોટ્‌સએપ યુઝર્સને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ એપ વગેરે દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા મળશે. આ સિવાય માર્ક ઝકરબર્ગે વ્હોટ્‌સએપ પર બિઝનેસ માટે વેરિફિકેશનની સુવિધા શરૂ કરી હતી. તેમણે કહ્યું કે, ઘણી ભારતીય કંપનીઓ ગ્રાહકો અસલી અને નકલીને ઓળખી શકે તે માટે અમારી પાસેથી આ વેરિફિકેશન સર્વિસની માંગ કરી રહી હતી,જેને અમે આજે પૂર્ણ કરી રહ્યાં છીએ.
આ કાર્યક્રમ દરમિયાન માર્ક ઝકરબર્ગે વોટ્‌સએપ ફ્લોઝ નામનું નવું ફીચર પણ રજૂ કર્યું હતું. આ ફીચર કંપનીઓને ચેટને કસ્ટમાઇઝ અને પર્સનલાઇઝ કરવાની મંજૂરી આપશે.
ઝકરબર્ગે એક ઉદાહરણ આપીને આ ફીચર વિશે સમજ આપી હતી. ધારો કે કોઈ બેંક છે, તો આ સુવિધા દ્વારા તે ગ્રાહકોને બેંક ખાતું ખોલવાની અથવા ચેટ દ્વારા જ તેની અન્ય કોઈપણ સેવાઓનો લાભ લેવાની સુવિધા પ્રદાન કરી શકે છે. એ જ રીતે, એરલાઇન્સ ટિકિટ બુક કરવાની સુવિધા આપી શકે છે. આમાં, ગ્રાહકો ચેટ છોડ્યા વિના સેવાનો લાભ લઈ શકશે.

Related posts

ટિકટોક, ઝુમ સહિત ૫૦ એપ્સ દેશની સુરક્ષા સામે જોખમ

editor

ट्रम्प ने टिक-टॉक पर लगाया प्रतिबंध

editor

In process of complying with govt’s order on blocking app, asserted that not shared info of Indian users with any foreign govt : TikTok

editor
UA-96247877-1