Aapnu Gujarat
શિક્ષણ

કેનેડા એક્સપ્રેસ એન્ટ્રી વિઝામાં કેટેગરી આધારિત સિલેક્શન કરશે

કેનેડા જઈને કામ કરવા માટે એક્સપ્રેસ એન્ટ્રી વિઝા એ સૌથી મજબૂત અને અસરકારક રસ્તો છે. કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી માટે સિલેક્શન પ્રોસેસમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. કેનેડાએ જાહેરાત કરી છે કે તે પહેલી વખત કેટેગરી બેઝ્ડ એક્સપ્રેસ એન્ટ્રી માટે સિલેક્શન કરશે જેમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના અનુભવીઓને પ્રાથમિકતા અપાશે.

અત્યારે ભારત અને કેનેડાના સંબંધો બગડ્યા છે અને બંને દેશોએ એકબીજના ડિપ્લોમેટની હકાલપટ્ટી પણ કરી છે. આજે કેનેડાએ પોતાના નાગરિકોને ભારતના કેટલાક ભાગોમાં ન જવાની સલાહ આપી છે જ્યારે ભારતે પોતાના સિટિઝનને કેનેડામાં સાવધાન રહેવા જણાવ્યું છે. જોકે, આ કામચલાઉ મુદ્દા છે તેમ એક્સપર્ટ માને છે.
કેનેડામાં હાલમાં લેબરની ભારે તંગી હોવાના કારણે જુદા જુદા ટ્રાન્સપોર્ટને લગતા કામ કર્યા હોય તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. જો લોકો પૂરતા પ્રમાણમાં કામનો અનુભવ ધરાવતા હોય તથા ફ્રેન્ચ ભાષા પર કમાન્ડ હોય તેમને પર્મેનન્ટ રેસિડન્ટ તરીકે અરજી કરવાનું આમંત્રણ અપાશે.

ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં કેવા લોકો જોઈએ છે?
કેનેડાને અત્યારે પોતાની ઈકોનોમીને આગળ વધારે તેવા લોકોની જરૂર છે. તેમાં ટ્રક ડ્રાઈવરો, કોમર્શિયલ વાહનોના ડ્રાઈવરો, પાઈલટ, એરક્રાફ્ટ એસેમ્બલી વર્કર્સનો સમાવેશ થાય છે.
એક્સપ્રેસ એન્ટ્રી એ કેનેડાની મુખ્ય એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ છે. તે એવા લોકો માટે છે જેઓ કાયમ માટે કેનેડા આવવા માગે છે અને ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામમાં જોડાવા માંગે છે. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, ફેડરલ સ્કીલ્ડ ટ્રેડ પ્રોગ્રામ અને પ્રોવિન્સિયલ નોમિની પ્રોગ્રામ પણ તેના હેઠળ જ આવે છે.
કેનેડા ક્યુબેક વચ્ચેના કરાર પ્રમાણે ક્યુબેક પ્રોવિન્સ પોતાની રીતે ઇમિગ્રેશનનું લેવલ નક્કી કરે છે. 2018થી 2022 દરમિયાન ક્યુબેકની બહાર જે ફ્રેન્ચ સ્પિકિંગ એડમિશન આપવામાં આવ્યા હતા તેમાં 34થી 40 ટકા એડમિશન ફેડરલ હાઈ સ્કીલ્ડ પ્રોગ્રામ હેઠળ અપાયા હતા. તેમાં ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ અને ફેડલ સ્કીલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામનો સમાવેશ થાય છે. લેબર માર્કેટમાં સમીક્ષા કર્યા પછી કેનેડાએ કેટેગરીઓ નક્કી કરી છે જેમાં એડમિશન આપવામાં આવશે. અત્યારે ટ્રક ઈન્ડસ્ટ્રી અને એવિયેશન ઈન્ડસ્ટ્રીય સાથે જોડાયેલા હોય તેવા લોકોની વધારે જરૂરિયાત છે.
કેટલીક સ્કીલને પ્રાયોરિટી જોબનું સ્થાન આપવામાં આવ્યું છે અને તેમાં પાસ થનારા લોકોને સરળતાથી કેનેડામાં કાયમી વસવાટની મંજૂરી મળી શકે છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ જેઓ લાંબા સમયથી ટ્રક ચલાવતા હોય અથવા વિમાનની એસેમ્બલી સાથે સંકળાયેલા હોય તેવા લોકોની કેનેડાને વધારે જરૂર છે.

Related posts

કડીની એમ.એન.પ્રાથમિક શાળામાં સમાજ દર્શન ઉત્સવ ઉજવાયો

aapnugujarat

આઇસીએઆઇ દ્વારા ૨૨-૨૩ ડિસેમ્બરે શહેરમાં મેગા સમિટ : સુબ્રમણ્યન સ્વામી ૨૩મીએ અમદાવાદમાં

aapnugujarat

देश के ३७ प्रतिशत स्कूलों में अभी भी बिजली कनेक्शन नहीं

aapnugujarat
UA-96247877-1