Aapnu Gujarat
ટેકનોલોજી

ટિ્‌વટરને કાયદાનું પાલન કરવા અનેક તક અપાઈ, જાણીજાેઈને પાલન નથી કર્યુ : પ્રસાદ

ટિ્‌વટરને ભારતમાં મળેલી કાયદાકીય કાર્યવાહીની છૂટ પરત ખેંચાયા બાદ કાયદા અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે પ્રથમવાર નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ટિ્‌વટરને આઈટીના નવા નિયોમોનું પાલન કરવા અનેક તક આપવામાં આવી પરંતુ તેણે જાણીજાેઈને નિયમોનું પાલન નહીં કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. આ ઉપરાંત પ્રસાદે વધુમાં જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં જે કંઈપણ થયું તે ફેક ન્યુઝ સામે લડવામાં ટિ્‌વટરની મનમાનીનું ઉદાહરણ છે.કેન્દ્રીય મંત્રીએ શ્રેણીબદ્ધ ટ્‌વીટ કરીને ટિ્‌વટર પર નિશાન તાક્યું હતું. તેમણે લખ્યું કે, ભારતની સંસ્કૃતિ તેના વ્યાપક ભુગોળની જેમ બદલાતી રહે છે.
કેટલીક પરિસ્થિતઓમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતી બાબત એક નાનકડી ચિંગારી પણ આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને ફેક ન્યુઝની બાબતમાં.ટિ્‌વટર તેના ફેક્ટ ચેકિંગ મિકેનિઝમને લઈને અતિ ઉત્સાહી રહ્યું છે પરંતુ યુપી જેવા કેટલાક કિસ્સામાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા બાદ, ફેક ન્યુઝ સામે લડવામાં તેની નિષ્ક્રિયતા છતી થઈ છે. રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું કે, ભારતીય કંપનીઓ તે આઈટી હોય કે ફાર્મા, જ્યારે વેપાર માટે તેઓ અમેરિકા અથવા અન્ય કોઈ દેશમાં જાય છે ત્યારે સ્વેચ્છાથી ત્યાંના નિયમો તેમજ કાયદાઓનું પાલન કરે છે. તો પછી ટિ્‌વટર જેવા પ્લેટફોર્મ અન્યાયનો ભોગ બનેલા લોકોનો અવાજ બનવા માટે ઘડેલા દેશના કાયદાનું પાલન કરવામાં શા માટે આનાકાની કરે છે.અંતમાં તેમણે જણાવ્યું કે, જાે કોઈ વિદેશી કંપનીને લાગે છે કે તેઓ પોતાને ભારતમાં અભિવ્યક્તિની આઝાદીનો ઝંડો ઊંચો ફરકાવનાર તરીકે ગણાવીને ભારતીય કાયદાઓનું પાલન કરવાથી બચી શકે છે તો આવા પ્રયાસોને નિષ્ફળ બનાવાશે.ઉલ્લેખનીય છે કે ૨૫ જૂનથી નવા આઈટી નિયમો લાગુ થયા છે જેનું ટિ્‌વટરે હજી સુધી પાલન કર્યું નથી. ત્યારબાદ સરકારે આઈટી એક્ટકની કલમ ૭૯ હેઠળ મળેલી કાયદાકીય કાર્યવાહીમાંથી છૂટ પરત લઈ લીધી છે. બાદમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ટિ્‌વટર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ એક વાયરલ વીડિયોના સંદર્ભે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જણાય છે કે એક મુસ્લિમ વૃદ્ધને માર મારવામાં આવ્યો અને તેની દાઢી કાપી નાંખવામાં આવી. ગાઝિયાબાદ પોલીસના મતે ટિ્‌વટરે આ વીડિયોને વાયરલ થતો રોકવા કોઈ પગલાં લીધા નહતા.પોલીસના મતે આ મામલામાં સત્ય કંઈક જુદું છે. પીડિત વૃદ્ધે કેટલાક શખ્સોને તાવીજ આપ્યા હતા અને તેનાથી ઈચ્છા મુજબ કામ નહીં થતા નિરાશ થયેલા યુવકોએ વૃદ્ધને માર માર્યો હતો. ટિ્‌વટરે આ વીડિયોને મેનિપ્યુલેટેડ મીડિયાનું ટેગ આપ્યું નહતું. પોલીસે વધુમાં ઉમેર્યુંકે પીડિતએ પોતાની ફરિયાદમાં જય શ્રી રામના નારા લગાવવા અને દાઢી કાપવાની વાતનો ઉલ્લેખ નથી કર્યો.

Related posts

भारत पांच साल में 100 करोड़ मोबाइल फोन, पांच करोड़ लैपटॉप का उत्पादन करेगा : प्रसाद

editor

US-elections : गूगल ने हटाए मतदान, चुनाव से संबंधित भ्रामक विज्ञापन

editor

Twitter Inc has permanently suspends US Prz Trump’s account

editor

Leave a Comment

UA-96247877-1