Aapnu Gujarat
બિઝનેસ

આદિત્ય બિરલા ગ્રૂપનો જ્વેલરીના રિટેલ બિઝનેસમાં પ્રવેશ

ભારતના ટોચના બિઝનેસ ગ્રૂપમાં સ્થાન ધરાવતા આદિત્ય બિરલા ગ્રૂપે હવે બ્રાન્ડેડ જ્વેલરીના રિટેલ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. આ માટે બિરલા જૂથ 5000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મંગળવારે આદિત્ય બિરલા જૂથે આ વિશે જાહેરાત કરી હતી. છેલ્લા બે વર્ષમાં તેઓ ત્રીજા નવા બિઝનેસમાં પ્રવેશવા જઈ રહ્યા છે. અગાઉ તેમણે B2B ઈ-કોમર્સ અને બિલ્ડિંગ મટિરિયલ્સના બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો.

આદિત્ય બિરલા જૂથે જણાવ્યું કે આ નવો બિઝનેસ Novel Jewels Ltdના નવા વેન્ચર નામથી કરવામાં આવશે. તે સમગ્ર ભારતમાં લાર્જ ફોર્મેટ જ્વેલરી રિટેલ સ્ટોર્સ બનાવશે જેમાં ઈન-હાઉસ જ્વેલરી બ્રાન્ડ્સ સામેલ હશે.

આદિત્ય બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું કે, “આ એક સ્ટ્રેટેજિક પોર્ટફોલિયો ચોઈસ છે જેનાથી અમને નવા ગ્રોથ એન્જિનનો લાભ લેવાની તક મળશે અને અમે ભારતીય કન્ઝ્યુમર લેન્ડસ્કેપમાં અમારી હાજરી વિસ્તારી શકીશું. લોકોની વધતી જતી ખર્ચપાત્ર આવક અને ગ્રાહકોની આકાંક્ષા સાથે અમે ડિઝાઈન આધારિત, હાઈ ક્વોલિટી જ્વેલરી પર ફોકસ કરી રહ્યા છીએ.”

અગાઉ નવેમ્બર 2022માં ઈકોનોમિક ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે ટાટા ગ્રૂપની તનિશ્ક સાથે હરીફાઈ થાય તે રીતે આદિત્ય બિરલા જૂથ બ્રાન્ડેડ જ્વેલરી માટે એક અલગ બિઝનેસ વેન્ચરની સ્થાપના કરી રહ્યું છે.

આદિત્ય બિરલા જૂથની કામગીરી વિશે
આદિત્ય બિરલા જૂથની નેટવર્થ 60 અબજ ડોલર કરતા વધારે આંકવામાં આવે છે. હાલમાં તેની પાસે ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો, આદિત્ય બિરલા ફેશન અને આદિત્ય બિરલા કેપિટલ જેવી કંપનીઓ છે. ગ્રૂપના લેવલ પર તેમાં લગભગ 1.40 લાખ કર્મચારીઓ કામ કરે છે.

જૂનમાં બિરલા ગ્રૂપની વેન્ચર કંપની આદિત્ય બિરલા વેન્ચરે સિલ્વર જ્વેલરી ફોકસ્ડ સ્ટાર્ટઅપ GIVA માટે ફંડ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી અને સિરિઝ B ફંડિંગ એકત્ર કર્યું હતું. આદિત્ય બિરલા વેન્ચર્સના સ્થાપક આર્યમાન વિક્રમ બિરલાએ જણાવ્યું કે અમને લાગે છે કે સિલ્વર જ્વેલરીમાં ઓનલાઈન તથા ઓફલાઈન ચેનલ્સ માટે નોંધપાત્ર ગ્રોથ કરવાનો સમય આવી ગયો છે. માર્ચ 2022માં આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિ.ની આવક 8136 કરોડ રૂપિયા હતી અને તેની પાસે 30,000થી વધારે મલ્ટિ બ્રાન્ડ આઉટલેટ્સ હતા. બિરલાએ કંપનીની એજીએમને સંબોધન કરતા જણાવ્યું કે 2026માં તેની રેવન્યુ 21,000 કરોડનો આંકડો વટાવી જાય તેવી શક્યતા છે જે તેના ટાગેટ કરતા પણ વધુ હશે.

Related posts

૮૦ ટકા પેટ્રોલિયમ પેદાશ ઉપર ભારત આધારિત છે

aapnugujarat

૩ મહિનામાં ભારતીયોએ ખરીદ્યું ૧૪૦ ટન સોનું

editor

ઓક્ટોબરમાં કારના વેચાણમાં મંદી, ટુ-વ્હીલર્સમાં તેજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1