Aapnu Gujarat
બિઝનેસ

૮૦ ટકા પેટ્રોલિયમ પેદાશ ઉપર ભારત આધારિત છે

ભાજપ સાંસદ કિરીટ સોલંકી તેમજ આઇઓસીએલના એકઝી.ડિરે. એસ.એસ.લાંબા સહિત મહાનુભાવ દ્વારા સક્ષમનું ઉદ્‌ઘાટન

ભારત હાલ દુનિયાભરનું ત્રીજા નંબરનું પેટ્રોલ, ઓઇલ અને ગેસ સહિતની પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ કરતો દેશ બની ગયો છે, જેના કારણે ભવિષ્યમાં પેટ્રોલિયમ પેદાશોને લઇ ભારે ખેંચ અને અછત વર્તાય તેવી પરિસ્થિતિ આવી શકે, જે નિવારવા છેલ્લા ૨૮ વર્ષોથી કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આઇઓસીએલ, એચપીસીએલ, બીપીસીએલ અને ગેઇલ ઇન્ડિયા લિ. કંપનીઓના સહયોગમાં દર વર્ષે સક્ષમ- સંરક્ષણ ક્ષમતા મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે અને તે અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોના સંરક્ષણ, તેમનો જાગૃતિપૂર્વક ઉપયોગ સહિતની બાબતોને લઇ જાગૃતિ ફેલાવવા સહિતના પ્રયાસો હાથ ધરાતા હોય છે. આજે અમદાવાદમાં ભાજપના સાસંદ કિરીટ સોલંકી, આઇઓસીએલના એકઝી.ડિરે. એસ.એસ.લાંબા સહિતના મહાનુભાવો દ્વારા સક્ષમનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. તા.૧૬-૧-૧૯થી તા.૧૫-૨-૨૦૧૯ એમ સતત એક મહિના સુધી સક્ષમ મહોત્સવ અંતર્ગત અમદાવાદ શહેર સહિત રાજયભરમાં છ હજારથી વધુ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજી સામાન્ય જનતામાં પેટ્રોલ, ઓઇલ, ગેસ સહિતની પેટ્રોલિયમ પેદાશોના સંરક્ષણ, તેનો સુઝબુઝ વાપરી યોગ્ય ઉપયોગ, તેને બચાવવા સહિતના મુદ્દે જાગૃતિ ફેલાવાશે અને તેઓને આ ઝુંબેશમાં સહભાગી બનાવાશે. સક્ષમ મહોત્સવના આજના ઉદ્‌ઘાટન પ્રસંગે શહેરની વિવિધ શાળાના ૩૫૦થી વધુ બાળકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં ઉદ્‌ઘાટન પ્રસંગે ભાજપના સાંસદ કીરીટ સોલંકી અને આઇઓસીએલના એકઝીકયુટીવ ડાયરેકટર એસ.એસ.લાંબાએ જણાવ્યું હતું કે, બાળકો એ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે અને તેથી પેટ્રોલિયમ પેદાશોને લઇ તેમને સાચી પરિસ્થિતિથી વાકેફ કરવા જરૂરી છે. પેટ્રોલિયમ ઉત્પાદનોના ન્યાયિક વપરાશ પર અને ભાવી પેઢી માટે તેની જાળવણીની જરૂરીયાત અને પર્યાવરણના રક્ષણ માટે તેના મહત્વ પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત ૮૦ ટકા જેટલી પેટ્રોલિયમ પેદાશો બહારથી આયાત કરે છે કારણ કે, દેશમાં ૪૦ મિલિયન ટન પેટ્રોલિયમ પેદાશોના ઉત્પાદન સામે તેનો વપરાશ અને ડિમાન્ડ લગભગ ૨૦૫ મિલિયન ટનની છે અને તેથી પેટ્રોલિય પેદાશોને લઇ ભારે ખેંચ વર્તાય છે. એટલું જ નહી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલ સહિત પેટ્રોલિયમ પેદાશોને ભાવોની વધઘટને લઇને પણ આમજનતા પર તેની સીધી અસર પડે છે. આ ંસંજોગોમાં આપણે કયા પ્રકારે પેટ્રોલિયમ પેદાશોની જાળવણી અને સંરક્ષણ કરી શકીએ અને જરૂરિયાત હોય ત્યારે જ તેનો જાગૃતિપૂર્વક ઉપયોગ કરીએ તે લોકોને સમજાવવા સક્ષમની ઝુંબેશ દર વર્ષે હાથ ધરવામાં આવે છે. આઇઓસીએલના એકઝીકયુટીવ ડિરેકટર લાંબાએ વધુમાં ઉમેર્યું કે, તા.૧૬ જાન્યુઆરીથી તા.૧૫મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ સક્ષમ મહોત્સવ દરમ્યાન આ વખતે છ હજારથી વધુ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો અમદાવાદ શહેર સહિત રાજયભરમાં યોજાશે. જેમાં અમદાવાદ સહિત ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળી કુલ ૧૨ સાયકલોથોન યોજાશે. દેશભરમાં આવી ૨૦૦ સાયકલોથોન યોજાશે. જે પેટ્રોલિયમ પેદાશોના સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીનો અનોખો સંદેશો આપશે.

Related posts

૨૦૧૮માં ભારતનો જીડીપી ગ્રોથ વધીને ૭.૫% થશે : મોર્ગન સ્ટેન્લી

aapnugujarat

ઔદ્યોગિક મૂડીરોકાણમાં ગુજરાત દેશમાં અવ્વલ

aapnugujarat

RBI હાલ પોલિસી રેટ યથાવત રાખે તેવી શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1