Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

૨૦૧૮માં ભારતનો જીડીપી ગ્રોથ વધીને ૭.૫% થશે : મોર્ગન સ્ટેન્લી

ભારતીય અર્થતંત્રમાં સાયક્લિકલ ગ્રોથ રિકવરી જોવા મળશે અને ચાલુ વર્ષે જીડીપી જે ૬.૪ ટકા છે તે આગામી વર્ષે (૨૦૧૮) વધીને ૭.૫ ટકા થશે, તેમ એક અહેવાલમાં જણાવાયું હતું.
ગ્લોબલ ફાઈનાન્શિયલ સર્વિસિસ કંપની મોર્ગન સ્ટેન્લીના જણાવ્યા અનુસાર દેશના આર્થિક ફંડામેન્ટલ્સ અને કોર્પોરેટ રિટર્નની અપેક્ષાઓમાં સુધારો જોવા મળી રહ્યો છે અને ચૂસ્ત નાણાકીય સિસ્ટમથી ઈન્વેસ્ટમેન્ટ ક્રેડિટની માંગ પૂરી થઈ શકશે. આ તમામ પરિબળો વર્ષ ૨૦૧૮માં ફુલ્લી ફ્લેજ્ડ રિકવરીનો પાયો નાંખશે અને અમને આશા છે કે જીડીપીનો દર જે હાલમાં ૬.૪ ટકા છે તે આગામી વર્ષે વધીને ૭.૫ ટકા જ્યારે ૨૦૧૯માં ૭.૭ ટકા થશે, તેમ મોર્ગન સ્ટેન્લીએ તેની રિસર્ચ નોટમાં જણાવ્યું હતું.ડિમોનોટાઈઝેશન અને જીએસટીના અમલ બાદ માંગની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો હોવાથી ખાનગી મૂડીખર્ચમાં વૃદ્ધિના ઉજળા સંજોગો સર્જાયા હોવાનો ગ્લોબલ રેટિંગ એજન્સીને વિશ્વાસ છે.આ ઉપરાંત કન્ઝપ્શન અને દેશની નિકાસમાં વધારો જોવા મળી રહ્યો હોવાથી કંપનીઓની આવકમાં પણ વધારો જોવા મળશે.રાષ્ટ્રીયકૃત બેન્કોના રિકેપિટલાઈઝેશનને કારણે દેશની આર્થિક વૃદ્ધિ સામે બેન્કિંગ સિસ્ટમ નબળી પડવાનું જે જોખમ હતું તે હવે દૂર થઈ જશે અને તેનાથી વિકાસની તકો સર્જાશે અને રોકાણકારોના વિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળશે, તેમ મોર્ગન સ્ટેન્લીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું.

Related posts

लोकसभा में उप सभापति पद: बीजेपी का जगनमोहन रेड्डी को ऑफर

aapnugujarat

INX मीडिया केस: चिदंबरम को गिरफ्तार करने की ED ने मांगी अनुमती

aapnugujarat

गुड्‌स और सर्विसेज सेक्टर में बेरोजगारी दूर करने के लिए खास कमिटी की रचना हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1