Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

ગુજરાત રાજ્યમાં લગભગ પાંચ વર્ષની રાહ જોયા પછી તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરાયું હતું. અત્યારે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ પરીક્ષા પૂરી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે 8 લાખથી વધારે ઉમેદવારોએ આ પરીક્ષા આપવાનું કન્ફર્મેશન આપ્યું હતું. રાજ્યમાં 3500 જેટલી જગ્યા અત્યારે ખાલી છે એમાં 8 લાખથી વધુ લોકોએ પરીક્ષા આપી છે. બપોરે 12.30 વાગ્યે પરીક્ષા શરૂ થઈ ગઈ હતી અને દોઢ વાગ્યાની આસપાસ પૂરી થઈ હતી. અત્યારસુધી 2697 જેટલા કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી.
11 વાગ્યાથી ઉમેદવારો હાજર
રાજ્યના વિવિધ કેન્દ્રો પર 11 વાગ્યાથી જ પરીક્ષાર્થીઓ હાજર રહી ગયા હતા. અહીં લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. સીસીટીવી કેમેરા અને વીડિયો ગ્રાફી સહિત પોલીસને બોડી વોર્ન કેમેરા પણ આપવામાં આવ્યા હતા. જેથી કરીને કોઈપણ પ્રકારની ચોરી ન થાય. તથા આની સાથે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય એની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એક કલાકની આ પરીક્ષા દરમિયાન ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ટ્રાન્સપોર્ટેશનની સુવિધાએ કરી ઉમેદવારોને મદદ
પરીક્ષા કેન્દ્રને લઈ કોઈ ઉમેદવારને મૂંઝવણ હોય તો એના માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ હતી. વળી દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરાઈ હતી. એટલું જ નહીં આ માટે હેલ્પલાઈન નંબર પણ શરૂ કરાયો હતો. તથા 9 ટ્રેનો સાથે 619 બસો પણ ઉમેદવારોની ટ્રાન્સપોર્ટની સુવિધા વધારવા મુકવામાં આવી હતી.

28 હજારથી વધુ વર્ગખંડમાં યોજાઈ પરીક્ષા
ઉમેદવારોમાં પરીક્ષાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાતના લગભગ 28 હજારથી વધુ વર્ગખંડમાં ચાપતા સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષાનું આયોજન કરાયું હતું. વળી ઘણા વિદ્યાર્થીઓ દૂર નંબર આવ્યો હોવાથી ગઈકાલે મોડી રાત અથવા આજે વહેલી સવારેથી જ પરીક્ષા કેન્દ્રની આસપાસ પહોંચી ગયા હતા. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ગુજરાત પોલીસ પણ ઘણા વિદ્યાર્થીઓને પેટ્રોલિંગ દરમિયાન પરીક્ષા કેન્દ્રએ લઈ જવામાં મદદ કરી રહી હતી.

Related posts

૫.૫૦ લાખની ડુપ્લિકેટ નોટ સાથે ૩ યુવકોને વલસાડ એસઓજીએ ઝડપ્યાં

aapnugujarat

રાજપીપલા જિલ્લા કલેક્ટરાલય ખાતે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠક

aapnugujarat

म्युनि. स्वास्थ्य विभाग द्वारा जीका वाइरस में निष्क्रियता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1