Aapnu Gujarat
ગુજરાત

૫.૫૦ લાખની ડુપ્લિકેટ નોટ સાથે ૩ યુવકોને વલસાડ એસઓજીએ ઝડપ્યાં

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ડુપ્લીકેટ નોટ ઠાલવી ભારતના અર્થ તંત્રને નુકશાન પહોંચાડવાનું ષડયંત્ર નાસિકથી ચાલી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલા, એસઓજી પીઆઈ સીબી ચૌધરી એસઓજીના પીએસઆઈ એલ જી રાઠોડ અને તેમની ટીમે ડમી ગ્રાહકને મોકલી બાતમી વાળી જગ્યાએ ટ્રેપ ગોઠવી હતી. બાતમીના વર્ણન વાળો ઇસમનો આવતા એસઓજીની ટીમે ૫.૫૦ લાખના દરની રૂ ૫૦૦ની નોટના જથ્થા સાથે ત્રણ શખસોને ઝડપી પાડયા હતા અને ૧ ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે કપરાડાના ૨ યુવકો અને નાસિકનો એક યુવક મળી ૩ યુવકોને ઝડપી પાડયા હતા. જ્યારે નાસિકમાં રહેતો માસ્ટર માઈન્ડ હજાર ન મળતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડની એસઓજીની ટીમે નકલી નોટનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. એસઓજીની ટીમને અડગરે નાસિકના કેટલાક ઈસમો કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં ડુપ્લીકેટ નોટ ઠાલવવાનું કૌભાંડ આચરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે વલસાડ એસઓજીની ટીમે ડુપ્લીકેટ નોટના ડમી ગ્રાહકને ડુપ્લિકેટ નોટનો ઓડર આપવા કહ્યુ હતું તે લઈને આવતા કપરાડા તાલુકાના ૨ અને નાસિકનો ૧ યુવક એસઓજીના છટકાંમાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ૫.૫૦ લાખની ૫૦૦ના દરની ડુપ્લિકેટ નોટ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ એક યુવકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

કોલસાના અછતથી ઉત્તર ગુજરાતમાં વીજકાપ

editor

गांधीधाम-भागलपुर के बीच ग्रीष्मकालीन विशेष ट्रेन

aapnugujarat

મહેસાણા ખાતે પોલીસ તાલીમાર્થી રમતોત્સવ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1