Aapnu Gujarat
બિઝનેસ

અદાણી એન્ટરપ્રાઈઝિસ સહિતના શેરોમાં ઓચિંતો વધારો

અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચે જાન્યુઆરીમાં અદાણી ગ્રૂપ સામે ગંભીર આરોપો મુક્યા પછી અદાણીના શેરોમાં તીવ્ર ઘટાડો આવ્યો છે, પરંતુ હવે મોરેશિયસના મંત્રીએ હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલની ઝાટકણી કાઢતા અદાણીના શેરોમાં આજે ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝિસે (Adani Enterprises) ફંડ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે જેના કારણે પોઝિટિવ સેન્ટીમેન્ટ જોવા મળ્યું છે. અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર આજે 4 ટકાથી વધારે વધીને 1975 સુધી ગયો હતો. આ લખાય છે ત્યારે આ શેર 3.50 ટકા વધીને 1958 પર ચાલતો હતો. આ શેરની બાવન સપ્તાહની હાઈ સપાટી રૂ. 4190 અને 52 વીકની નીચી સપાટી રૂ. 1017 છે.

મોરેશિયસના ફાઈનાન્સ મંત્રી મહેન કુમારે હિન્ડનબર્ગ રિસર્ચે અદાણીની શેલ કંપનીઓ અંગે મુકેલા આરોપોને ફગાવી દીધા છે. હિન્ડનબર્ગનો આરોપ હતો કે મોરેશિયસમાં અદાણી ગ્રૂપ કેટલીક શેલ કંપનીઓ ચલાવે છે અને નાણાકીય ગોટાળા કરે છે. પરંતુ મહેન કુમારે પહેલી વખત આ રિપોર્ટને નકારી કાઢ્યા પછી અદાણીના શેરોમાં તેજી જોવા મળી છે.

બજાર ખુલતા જ અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 4 ટકાનો ઉછાળો આવ્યો હતો. સાથે સાથે અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન અને એનડીટીવીના શેરમાં પણ લગભગ બે ટકાનો વધારો થયો હતો. અદાણી પોર્ટ્સનો શેર એક ટકા અને અદાણી વિલ્મરનો શેર 1.50 ટકા વધ્યા હતા. અદાણી પોર્ટ્સનો શેર આજે 703 સુધી ગયો હતો જ્યારે અદાણી વિલ્મરનો શેર આ લખાય છે ત્યારે 1.84 ટકા વધીને 396 પર ચાલતો હતો.

મોરેશિયસના ફાઈનાન્સ મંત્રી મહેન કુમારે હિન્ડનબર્ગના તમામ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે આ આરોપો ખોટા અને આધાર વગરના છે. તેમણે દાવો કર્યો કે મોરેશિયસ OECDના ટેક્સ રુલ્સનું બરાબર પાલન કરે છે. તે કાયદા પ્રમાણે મોરેશિયસમાં કોઈ શેલ કંપની ચલાવવાની મંજૂરી નથી.

બુધવારે અદાણી એન્ટરપ્રાઇઝિસે જાહેરાત કરી હતી કે તે ફંડ એકત્ર કરવા જઈ રહી છે. આ અંગે 13મેના રોજ કંપનીના બોર્ડની મિટિંગ મળશે અને ફંડ એકઠું કરવા વિશે નિર્ણય લેવાશે. હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટના પગલે ફેબ્રુઆરીમાં અદાણી ગ્રૂપે 20,000 કરોડની ફોલો-ઓન-પબ્લિક ઓફર રદ કરવી પડી હતી. આ રિપોર્ટના કારણે અદાણીની માર્કેટ વેલ્યૂમાં 140 અબજ ડોલર કરતા વધારે ઘટાડો થયો છે. Adani Enterprises એ આ વિશે જણાવ્યું હતું કે પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા ઈક્વિટી શેર અથવા અન્ય એલિજિબલ સિક્યોરિટી ઈશ્યૂ કરીને ફંડ એકત્ર કરવા માટે બોર્ડ વિચારણા કરશે.

Related posts

अमरीका और ईरान तनाव में रिस्क लेने की हिम्मत रखें निवेशक

aapnugujarat

બજેટ ઘોષણા : સબસિડી બોજ ૧૨ ટકા સુધી વધશે

aapnugujarat

શેરબજાર ગગડીને સેટલ

editor

Leave a Comment

UA-96247877-1