Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદનાં ચાંદખેડામાંથી નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ

અમદાવાદ શહેરમાં ફરી એક વખત નકલી નોટોનો કારોબાર ઝડપાયો છે. ઘરમાં જ પ્રિન્ટિંગ મશીનથી નકલી નોટો છાપતા હતા. ફરજી વેબ સિરીઝમાં બતાવેલી મોડ્‌સ ઓપરેન્ડીથી નકલી નોટો છાપવાનું નેટવર્ક શરૂ કર્યું હોવાની પોલીસને છે શંકા. કેવી રીતે બજારમાં વેચવાના હતા નકલી નોટો..કોણ છે આ આરોપી જોઈએ આ અહેવાલમાં.
નકલી નોટ બજારમાં ફરતી થાય તે પહેલાં જ ચાંદખેડા વિસ્તારમાંથી નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરાઈ છે. ઝોન-૨ ડીસીપી સ્ક્વોડની ટીમને માહિતી મળી હતી કે ગત મોડી રાત્રે ચાંદખેડા વિસ્તારમાંથી ઇકો ગાડીમાં શૈલેષ ક્રિશ્ચન નામનો શખ્સ ડુપ્લીકેટ નોટ લઈ પસાર થઈ રહ્યો છે. જેના આધારે ઇકો ગાડી પકડી તપાસ કરતા શૈલેષ ક્રિશ્ચન પાસેથી એક બેંક માંથી ૫૦૦ દરની ૧૦ લાખની બનાવટી ચલણી નોટો ૨૦ બંડલ મળી આવ્યા હતા.
આરોપી શૈલેષની પૂછપરછ કરતા કહ્યું કે પોતાના મિત્ર પરાગ ઉર્ફે પકો વાણીયા તેમજ અન્ય બે મિત્રોની મદદથી દાસ્તાન સર્કલ પાસે આવેલ એક મકાન ભાડે રાખીને કલર પ્રિન્ટર મશીન મારફતે ડુપ્લીકેટ નોટ તૈયાર કરતા હતા.. ચાર આરોપી પાસેથી ૨૫ લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટો કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસની ગીરફતમાં રહેલ પરાગ ઉર્ફે પકો વાણીયા,જગદીશ કુમાર પટેલ,બ્રિજેશ કુમાર પટેલ અને શૈલેષ ક્રિશ્ચન ચારેય ભેગા મળી છેલ્લા દોઢ મહિનાથી દાસ્તાન સર્કલ પાસે એક મકાન ભાડે રાખી ડુપ્લીકેટ ચલણી નોટ બનાવતા હતા…નકલી નોટોનું નેટવર્ક શરૂ કરવા માટે મુખ્ય આરોપી પરાગ ઉર્ફે પકો વાણીયાએ એક પ્લાન બનાવ્યો અને બે કલર પ્રિન્ટર મશીન ,પેપર કટર સહિતની સામગ્રી વસાવી. જે બાદ પરાગે કોમ્પ્યુટર પર ૫૦૦ અને ૨૦૦ ના દરની નોટ ડિઝાઇન તૈયાર કરી અને નકલી નોટો પ્રિન્ટ કરી હતી.
આ ડુપ્લીકેટ નોટ ૫૦ ટકાની કિંમત એ બજારમાં વેચવાના ફિરાકમાં હતા પરંતુ પોલીસને માહિતી મળતા જ નકલી નોટોના નેટવર્ક નો પર્દાફાશ થયો છે. હાલ પોલીસે પ્રિન્ટિંગ મશીન, કાગળ કટિંગ કરવાનું કટર, કોરા કાગળ, લેપટોપ, મોબાઇલ, ફોર વ્હીલર સહિત નકલી ચલણી નોટો મળી ૨૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પકડાયેલ મુખ્ય આરોપી પરાગ વાણીયા વર્ષ ૨૦૨૧માં પણ એસ.ઓ.જી ના હાથે નકલી નોટોના કેસમાં ઝડપાઈ ચુક્યો છે..ત્યારે પકડાયેલ આરોપીમાં બ્રિજેશ કુમાર પટેલ બેકાર છે, પણ ઇલેક્ટ્રિકલ બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે. આરોપીઓ નકલી નોટ બજારમાં મૂકી શોર્ટકટમાં પૈસા કમાવવા માંગતા હતા. પરંતુ પોલીસે આરોપીને ઝડપી જેલ હવાલે કરી દીધા.

Related posts

મોઢેરા સૂર્ય મંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ ખુલ્લો મૂકાયો

editor

લોકશાહીને બચાવવા માટે લડી રહ્યા છીએ : શક્તિસિંહનો દાવો

aapnugujarat

૧૦ જૂન સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે

editor

Leave a Comment

UA-96247877-1