Aapnu Gujarat
રાષ્ટ્રીય

સંસદમાં રાહુલ ગાંધી વિરુદ્ધ નારેબાજી : કાર્યવાહી ૨૦ માર્ચ સુધી સ્થગિત

જ્યારથી કેમ્બ્રિજમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું છે ત્યારથી ભારતમાં તેમને લઈને હોબાળો સર્જાઈ રહ્યો છે. આ દરમિયાન સમગ્ર ભાજપ તેમની પાસે દેશની માફી માગવા માગ કરી રહ્યું છે. જ્યારે તેમને લઈને સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં પણ ભારે હોબાળાની સ્થિતિ યથાવત્‌ છે. તાજેતરના અહેવાલ અનુસાર બંને ગૃહોમાં રાહુલ ગાંધી વિરુદ્ધ નારેબાજી થતા સંસદની કાર્યવાહી આગામી ૨૦ માર્ચ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સોમવાર સવારના ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરાઇ છે. લોકસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ સતત નારેબાજી કરી રહ્યા હતા. રાહુલ ગાંધી ગૃહમાં હાજર હતા. ભાજપ વતી તેમની વિરુદ્ધ રાહુલ ગાંધી શેમ શેમની નારેબાજી કરવામાં આવી હતી. ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ભાજપ પોતે રાષ્ટ્રવિરોધી છે અને તેઓ બીજાને રાષ્ટ્રવિરોધી કહી રહ્યા છે કારણ કે તેમની પાસે કોઈ મુદ્દો નથી. તેઓ અદાણી, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાને છુપાવવા માટે આવી વાતો કરે છે. શું રાહુલ ગાંધી ક્યારેય રાષ્ટ્ર વિરોધી હોઈ શકે છે?”શાસક પક્ષના સભ્યોના હોબાળાને કારણે સંસદના બંને ગૃહોને સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. હંગામાને કારણે રાહુલ ગાંધીને પણ ગૃહમાં બોલવાની તક મળી ન હતી. સોમવારથી શરૂ થયેલા સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં વિપક્ષ અને શાસક પક્ષના હોબાળાને કારણે લોકસભામાં પ્રશ્નકાળ અને શૂન્ય કલાકની કાર્યવાહી સતત પાંચમા દિવસે ઠપ્પ થઈ ગઇ હતી અને અન્ય કામકાજ થઈ શક્યા ન હતા. જ્યારે ગૃહની બેઠક મળી, ત્યારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ માટે નિર્દેશ કર્યો હતોઅને કોંગ્રેસના સભ્ય મનીષ તિવારીને પ્રશ્નો પૂછવા માટે બોલાવ્યા હતા. દરમિયાન, કોંગ્રેસ અને અન્ય કેટલાક વિપક્ષી પક્ષોના સભ્યો પોડિયમની નજીક આવ્યા હતા અને અદાણી જૂથ સાથે સંબંધિત મામલાની જેપીસી તપાસની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ, શાસક પક્ષના કેટલાક સભ્યોએ પોતપોતાના સ્થાને ઉભા રહીને વિદેશમાં ભારતીય લોકશાહી અંગેના નિવેદન બદલ રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને તેમની બેઠકો પર પાછા જવા કહ્યું હતું. તેમણે શાસક પક્ષના સભ્યોને પણ બેસવાનો સંકેત આપ્યો હતો, પણ શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોનો હોબાળો ચાલુ રહ્યો હતો. શાસક પક્ષના સભ્યો રાહુલ ગાંધી માફી માંગે તેવા નારા લગાવી રહ્યા હતા, જ્યારે કોંગ્રેસ સહિત કેટલાક વિરોધ પક્ષોના સભ્યો ‘બોલને દો, બોલને દોપરાહુલ જી કો બોલને દો’ના નારા લગાવી રહ્યા હતા. હંગામો બંધ ન થતો જોઈને લોકસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દીધી હતી લોકસભા સ્થગિત થયા બાદ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપ પર અદાણી મુદ્દે ડરી જવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પૂછ્યું કે ભાજપ પક્ષના સભ્યો અહી-ત્યાં બોલે છે, સંસદમાં ચર્ચા કરતા કેમ ડરે છે? ભાજપ રાહુલ ગાંધીથી ડરે છે. પીએમ મોદીની ૫૬ ઈંચની છાતી હવે સંકોચાઈ ગઈ છે. શુક્રવારે પાંચમા દિવસે રાહુલ ગાંધીને બોલવાની તક આપવામાં આવે તેવી અપેક્ષા હતી. જો કે, સવારે આઠ મંત્રીઓએ બેઠક કરી અને રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ અવાજ ઉઠાવવાની વ્યૂહરચના ઘડી કાઢી. ગૃહ શરૂ થતાં જ ભાજપના સાંસદોએ માફીની માંગ સાથે હંગામો શરૂ કર્યો હતો. બીજી તરફ રાહુલ ગાંધી ગૃહમાં પહોંચતા જ હોબાળો વધી ગયો હતો. આપને જણાવી દઈએ કે ચાર મંત્રીઓએ રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી છે જ્યારે કોંગ્રેસે ઁસ્ મોદી પર વિદેશની ધરતી પર દેશનું અપમાન કરવાનો આરોપ લગાવતા રાહુલની માફીનો ઇનકાર કર્યો છે. ગુરુવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો લોકશાહી હશે તો તેમને સંસદમાં બોલવાની તક આપવામાં આવશે. જો સંસદમાં તેમના પર આરોપો લગાવવામાં આવશે તો તેઓ સંસદમાં જ જવાબ આપશે.રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને આશા છે કે સંસદમાં ભાજપના આરોપોનો જવાબ આપવા દેવામાં આવશે. પરંતુ મને નથી લાગતું કે તેઓ મને બોલવા દેશે. જો ભારતીય લોકશાહી કાર્યરત હોત તો હું સંસદમાં મારી વાત કહી શક્યો હોત. તમે જે જોઈ રહ્યા છો તે ભારતીય લોકશાહીની કસોટી છે. શું એક સાંસદને એ જ જગ્યા આપવામાં આવી રહી છે જે તે ચાર મંત્રીઓને આપવામાં આવી હતી જ્યારે તેઓએ મારા પર આક્ષેપો કર્યા હતા?

Related posts

મધ્યપ્રદેશમાં ઓક્સિજનના અભાવે પાંચ દર્દીઓના મોત

editor

પઝેશનમાં વર્ષથી વધુ વિલંબ તો ઘર ખરીદનાર રિફન્ડના હકદાર

aapnugujarat

ભાજપે રાજ્યસભામાં પિયૂષ ગોયલને સદનના નેતા બનાવ્યા

editor

Leave a Comment

UA-96247877-1