Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પઝેશનમાં વર્ષથી વધુ વિલંબ તો ઘર ખરીદનાર રિફન્ડના હકદાર

વર્ષોથી તેમના ફ્લેટના પઝેશન માટે રાહ જોઈ રહેલા લાખો ઘર ખરીદનાર લોકોને મોટી રાહત થઇ છે. કારણ કે, સર્વોચ્ચ કન્ઝ્‌યુમર કમિશને સાફ શબ્દોમાં કહ્યું છે કે, જેઓ ફ્લેટના પઝેશન મેળવવામાં એક વર્ષથી વધુનો વિલંબ થાય તો ઘર ખરીદનાર લોકો કૂપન મેળવવા માટેનો દાવો કરવા માટે હકદાર છે. નેશનલ કન્ઝ્‌યુમર ડિસ્પ્યુટ રિડ્રેશલ કમિશન (એનસીડીઆરસી) દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે, ઘર ખરીદનાર લોકો જો આવાસની ફાળવણીમાં એક વર્ષથી વધુ વિલંબ થાય તો રિફન્ડ માટેનો દાવો કરી શકે છે. કમિશને પ્રથમ વખત વિલંબમાં રહેા પ્રોજેક્ટના સમયસર ગાળાના સંદર્ભમાં માહિતી આપી છે. સાથે સાથે એમ પણ ઠેરવ્યું છે કે, ઘર ખરીદનાર લોકો એક વર્ષથી વધુ વિલંબ થાય તો બિલ્ડરો પાસેથી રિફન્ડ માટેનો દાવો કરી શકે છે. સુપ્રીમ કોર્ટ અને કન્ઝ્‌યુમર કોર્ટ સહિત જુદા જુદા જ્યુડિશિયલ ફોરમ દ્વારા વારંવાર કહેવામાં આવ્યું છે કે ઘર ખરીદનાર લોકોને લાંબા સમય સુધી રાહ જોવાની ફરજ પડે તે બાબત યોગ્ય નથી. ઘર ખરીદનાર લોકો આવાસના પઝેશનમાં વિલંબ થાય તો રિફન્ડનો દાવો કરવા માટે હક ધરાવે છે પરંતુ આ લોકો દ્વારા ઘર ખરીદનાર લોકો વિલંબના કેસમાં રિફન્ડ માટે દાવો ક્યારે કરી શકે છે તે સંદર્ભમાં કોઇ વાત કરવામાં આવી ન હતી પરંતુ વે નેશનલ કન્ઝ્‌યુમર ડિસ્પ્યુટ રિડ્રેશલ કમિશન દ્વારા ખરીદનારાઓની તરફેણમાં મહત્વપૂર્ણ માહિતી જારી કરી છે અને ઠેરવ્યું છે કે, જો પઝેશનમાં ફ્લેટ હેન્ડઓવર કરવાના સંદર્ભમાં બિલ્ડર દ્વારા આપવામાં આવેલા વચનની તારીખથી એક વર્ષનો વિલંબ થઇ જાય તો રિફન્ડ માટેની માંગણી ખરીદદારો કરી શકે છે. હવે એ બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે, આવાસ ખરીદનાર લોકોને વધુ વિલંબ થવાની સ્થિતિમાં રિફન્ડ મેળવવાનો અધિકાર રહેલો છે. પ્રેમ નારાયણની બનેલી બેંચે આ મુજબનો આદેશ કર્યો હતો. કોર્ટે દિલ્હીના નિવાસી સલફ નિગમ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી ચલાવતી વેળા આ આદેશ કરવામાં આવ્યો હતો. સલફે ગુરુગ્રામમાં અલ્ટ્રા લકઝરી હાઉસિંગ પ્રોજેક્ટ ગ્રીનોપોલિસમાં એક ફ્લેટ ૨૦૧૨માં ખરીદી લીધા બાદ ઘણો વિલંબ થઇ રહ્યો હતો. ઓરિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આ આવાસો બનાવવામાં આવી રહ્યા છે. ૯૦ લાખની ચુકવણી સલફ દ્વારા કરી દેવામાં આવી હતી. એક કરોડની કિંમતની સામે ૯૦ લાખ ચુકવી દેવામાં આવ્યા હતા. સમજૂતિ મુજબ એલોટમેન્ટની તારીખથી છ મહિનાના ગ્રેસ પિરિયડ સાથે ૩૬ મહિનાની અંદર ફ્લેટ આપી દેવાના હતા. બિલ્ડરો પ્રોજેક્ટને પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ સલફ દ્વારા તેમના વકીલ આદિત્ય પરોલિયા મારફતે કમિશનમાં રજૂઆત કરી હતી અને રિફન્ડ અથવા તો સમયસર પઝેશનની માંગણી કરવામાં આવી હતી. જો કે, બિલ્ડરે દલીલ કરી હતી કે, ખરીદદારે ઇન્સ્ટોલમેન્ટની ચુકવણી કરવામાં કોઇ બેદરકારી દાખવી નથી. રિફન્ડનો ઓર્ડર મોડેથી આપવામાં આવ્યો હતો. ખરીદદાર દ્વારા પણ તર્કદાર દલીલો આ કેસમાં કરવામાં આવી હતી. સુનાવણી વેળા જણાવવામાં આવ્યું હતું કે જો કો, બિલ્ડર પઝેશન માટેની તારીખ આપે છે અને સમયસર આવાસ ફાળવવામાં નિષ્ફળ રહે છે તો ૧૦ ટકા વ્યાજ સાથે સમગ્ર રકમ કંપનીને રિફન્ડ કરવાની રહેશે.

Related posts

પૂંછમાં આતંકી જિયા મુસ્તફા માર્યો ગયો

editor

हरियाणा में भी लागू होगा एनआरसी : सीएम खट्टर

aapnugujarat

પેટ્રોલ-ડીઝલ બાદ CNGમાં ભાવ વધારો

editor

Leave a Comment

UA-96247877-1