Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપે રાજ્યસભામાં પિયૂષ ગોયલને સદનના નેતા બનાવ્યા

બીજેપીએ આગામી ચોમાસા સત્રમાં રાજ્યસભામાં પિયુષ ગોયલને સદનના નેતા બનાવ્યા છે. પિયુષ ગોયલને થાવરચંદ ગેહલોતની જગ્યાએ રાજ્યસભામાં ગૃહના નેતા બનાવશે. થાવરચંદ ગેહલોતે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ તેને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા હતા. આ સ્થિતિમાં રાજ્યસભામાં ગૃહના નેતાનું પદ ખાલી થયુ હતુ. હવે પિયુષ ગોયલ આ પદ સંભાળશે. ૨૦૧૪ માં કેન્દ્રમાં એનડીએ સરકારની રચના બાદ નેતા અરૂણ જેટલીએ રાજ્યસભામાં ગૃહના નેતાની જવાબદારી સંભાળી હતી. તેમના મૃત્યુ પછી, થાવરચંદ ગેહલોતને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવામાં આવ્યા હતા. ગેહલોત રાજ્યપાલ બન્યા બાદ હવે ભાજપે પિયુષ ગોયલને રાજ્યસભાના નેતા બનાવ્યા છે.થાવરચંદ ગેહલોત રાજ્યપાલ બન્યા પછી, રાજ્યસભામાં હવે ગૃહના નેતા કોણ હશે તે અંગે સતત ચર્ચાઓ ચાલી રહી હતી. ર્નિમલા સીતારમણનું નામ પણ સામે આવ્યું. અન્ય ઘણા નેતાઓનાં નામોની પણ ચર્ચા થઈ પરંતુ આ જવાબદારી આખરે પિયુષ ગોયલને સોંપવામાં આવી છે. પિયુષ ગોયલ ૨૦૧૦ થી રાજ્યસભાના સભ્ય છે. પીયૂષ ગોયલ મોદી સરકારના વરિષ્ઠ પ્રધાનોમાંથી એક છે. તેમની પાસે હાલમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ઉપરાંત કાપડ મંત્રાલયનો હવાલો છે.

Related posts

दिल्ली हिंसा : मौजपुर में फिर पत्थरबाजी, कई मेट्रो स्टेशन बंद

aapnugujarat

રાહુલ ગાંધીએ જેસલમેર પ્રવાસ રદ્દ કર્યો

editor

મને નથી લાગતું કે વડાપ્રધાનને કોઈ ગંભીરતાથી લેતું હશે, તેમના ભાષણો માત્ર ભાજપના જ વડાપ્રધાન હોય તેવા હોય છેઃ ચિદમ્બરમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1