Aapnu Gujarat
રાષ્ટ્રીય

યોગી સરકારે કાવડ યાત્રાને મંજૂરી આપતા સુપ્રિમ લાલઘૂમ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાંવડ યાત્રા નીકાળવાની મંજૂરી આપી દીધી છે. જાે કે તેમણે એ પણ આદેશ આપ્યો છે કે પારંપારિક કાંવડ યાત્રા દરમિયાન તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે. તો ઉત્તર પ્રદેશમાં કાંવડ યાત્રાની પરવાનગી આપવાના મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લીધી છે. જસ્ટિસ ફલી નરીમનની બેંચે આ મામલે સુઓમોટો લેતા ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી ૧૬ જુલાઈના થશે.સુપ્રીમ કોર્ટે ગૃહ સચિવને આ મામલે જવાબ આપવા કહ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, યુપી અને ઉત્તરાખંડના પ્રમુખ સચિવ તથા કેન્દ્રના ગૃહ સચિવ શુક્રવાર સવાર સુધી એફિડેવિટ દાખલ કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, કોરોના સંક્રમણને લઇને નિષ્ણાતોના ભવિષ્યના અનુમાનોને ધ્યાનમાં રાખતા જ કાંવડ યાત્રાનું આયોજન કરવામાં આવે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે કે અધિકારી દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરાખંડ સાથે વાતચીત કરીને કાંવડ યાત્રાના સંબંધમાં દિશા-નિર્દેશ લાગુ કરે. સાથે જ તેમણે કહ્યું છે કે સ્થિતિને જાેતા ઇ્‌-ઁઝ્રઇ નેગેટિવ રિપોર્ટની અનિવાર્યતા પણ લાગુ કરવામાં આવી શકે છે. બીજી તરફ ઉત્તરાખંડ સરકારે મંગળવારના કહ્યું કે, તેણે કાંવડ યાત્રા રદ્દ કરી દીધી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ ર્નિણય લીધો.
ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ‘અમે કાંવડ યાત્રા રદ્દ કરવાનો ર્નિણય લીધો છે. રાજ્યમાં નવું વેરિયન્ટ સામે આ્યું છે, આવામાં અમે નથી ઇચ્છતા કે હરિદ્વાર મહામારીનું કેન્દ્ર બને. લોકોની જિંદગી અમારી પ્રાથમિકતા છે. અમે તેની સાથે છેડછાડ ના કરી શકીએ. અમે કોઈ ચાન્સ નહીં લઈએ. તો યુપીમાં કોવિડ સંબંધિત જરૂરી સાવધાનીઓ સાથે યાત્રા શરૂ કરી દેવામાં આવી છે.

Related posts

पाक. आतंक का रास्ता छोड़कर अपनी समस्याओं पर ध्यान दे : रक्षा मंत्री

aapnugujarat

आम्रपाली ग्रुप के अधूरे हाउसिंग प्रॉजेक्ट्स NBCC करेगा पूरा : सुप्रीम कोर्ट

aapnugujarat

આસામ એનઆરસીઃ ૩૦ લાખ લોકોએ કર્યો નાગરિક્તાનો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1