Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : નહેરૂ અસ્પૃશ્યતા નાબુદી માટે ઉદાસીન : રાજ્ય બંધારણમાં સુધારાની કડક ટીકા

નહેરૂ અસ્પૃશ્યતા માટે ઉદાસીન
‘‘નહેરૂ અસ્પૃશ્યતા નાબુદી માટે ઉદાસીન છે, એટલું જ નહીં તેઓ અસ્પૃશ્યોના વિરોધી દેખાય છે.’’ કૉંગ્રેસ સંસ્થામાં જોડાયેલા હરિજનોની સ્વતંત્ર પરિષદ યોજવા નહેરૂએ વિરોધ કર્યો છે. તેને નાબુદ કરવાનો સરકારી પ્રયત્ન કોઈપણ રીતે ઉપયોગી નથી તેવું તેમણે કહ્યું. અપવિત્ર બાબતને પવિત્ર રૂપ આપવામાં કુશળ એવા રાજગોપાલચારીએ કેન્દ્રીય સરકારમાં તેઓ શિક્ષણપ્રધાન હતા ત્યારે દલિત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ જઈ શિક્ષણ લેવા માટેની યોજના કેવી રીતે બંધ કરી તે આંબેડકર રાજ્યસભાના ધ્યાન પર લાવ્યા.
(સાભાર. ડૉ. આંબેડકર જીવન અને કાર્ય પદ્મભૂષણ ડૉ. ધનજંય કીર, પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર)

રાજ્ય બંધારણમાં સુધારાની કડક ટીકા
લોકોની સંમતિ મેળવ્યા સિવાય સરકાર જ રીત રાજ્ય બંધારણમાં વખતો વખત સુધારા કરતી હતી, તેની આંબેડકરે કડક ટીકા કરી. તેમણે કહ્યું, ‘રાજ્ય બંધારણની ઉંમર માત્ર ચાર વર્ષ અને થોડા મહિનાની છ પરંતુ તે અવધિમાં સરકાર રાજ્ય બંધારણમાં બે વખત સુધારો કર્યો અને હવે સરકાર ત્રીજો સુધારો કરવા માંગ છે. સત્તાધારી પક્ષે આટલી ઉતાવળ કરી અને અવિચારથી જે બંધારણમાં સુધારો કર્યો તેવું બંધારણ જગતમાં અસ્તિત્વમાં હશે કે નહીં એ હું જાણતો નથી. સરકારની માત્ર બહુમતી છે તેથી પોતાને ગમે તે કાયદો બનાવવાની અને લોકોને તેનો હેતુ સમજે કે ના સમજે પરંતુ રાજ્ય બંધારણમાં સુધારો કરવાની સત્તા છે. એવું સરકાર સમજે છે. સરકારને રાજ્ય બંધારણ વિશે કેટલો તિરસ્કાર છે તે આપણે જોતા આવ્યા છીએ.’ તેમ પણ તેમણે કહ્યું.
(સાભાર. ડૉ. આંબેડકર જીવન અને કાર્ય પદ્મભૂષણ ડૉ. ધનજંય કીર, પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર)

સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

મુખ્યમંત્રી બનવું સચિન પાયલોટ માટે સરળ નથી

aapnugujarat

જાણો…ચૂંટણી કમિશનને કેટલા રૂપિયાનો પડે છે એક મત

aapnugujarat

સવર્ણ અનામત : મોદીનો એક કાંકરે અનેક લક્ષ્ય સાધવાનો પ્રયાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1