Aapnu Gujarat
બ્લોગ

જાણો…ચૂંટણી કમિશનને કેટલા રૂપિયાનો પડે છે એક મત

૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓ માટેની તૈયારી ચાલી રહી છે. બધા પક્ષ ચુનાવી ગઠબંધન અને મુદ્દાઓ પર મંથનમાં લાગ્યા છે, અને બીજી બાજુ ચૂંટણી કમિશન પણ કામમાં રોકાયેલા છે. ચૂંટણીની સીઝનમાં એક થી વધુ એક આંકડો ઉદ્ભવી સામે આવે છે. તેઓ જાણે છે કે કેટલી સીટ પર કેટલા મતદાતાઓ છે, કઈ જાતિના મતદાતાઓ વધુ છે, કઈ જાતિના ઓછા છે વગેરે, પરંતુ શું તમે જાણો છો કે ચૂંટણી કમિશન એક મતદાર દીઠ કેટલો ખર્ચ કરે છે. શરૂઆત ૧૯૫૨ માં દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીથી કરીએ. તે સમયે, ચૂંટણી પંચે એક મતદાતા દીઠ લગભગ ૬૦ પૈસા ખર્ચ્યા હતા.
માહિતી અનુસાર, ૨૦૦૯ માં એક મતદાતા દીઠ ખર્ચ વધી ૧૨ રૂપિયા સુધી પહોંચી ગયો. આ પછી ૨૦૧૪ ની ચૂંટણીઓ થઇ જેમાં એક મતદાતા દીઠ ખર્ચ ૨૦-૨૨ રૂપિયા થઇ ગયો. રાજ્યવાર સ્થિતિ જોઈએ તો અમારી પાસે બિહારના આંકડા છે, જે જણાવે છે કે કેવી રીતે ચૂંટણી કમિશનનો ખર્ચ વધતો ગયો. બિહારમાં લગભગ ૬ કરોડ ૯૭ લાખ મતદારો છે. ચાલો આ પરથી ધારીએ કે જો ચૂંટણી પંચ ૧ મતદાતા દીઠ ૨૦ રૂપિયા ખર્ચ કરે છે, તો બિહારમાં તેનો ખર્ચ આશરે ૧૪ કરોડ રૂપિયા થશે.
ચૂંટણી કમિશનના આંકડાઓ પર નજર નાખીએ તો ચૂંટણી ખર્ચમાં સૌપ્રથમ ૧૯૭૭ માં વૃદ્ધિ નોંધવામાં આવી હતી. તે સમયે મતદાતા ખર્ચ વધીને દોઢ રૂપિયો સુધી જતો રહ્યો હતો. ૧૯૭૧ ની ચૂંટણીમાં આ માત્ર ૪૦ પૈસાનો હતો. ત્યારથી, ચૂંટણી ખર્ચ સતત વધી રહ્યો છે. ૧૯૮૪-૮૫ માં પ્રતિ મતદાતા ખર્ચ દોઢ રૂપિયાથી વધીને બે રૂપિયા થઇ ગયો હતો. ૧૯૭૭ પછી ૧૯૯૧-૧૯૯૨ ની ચૂંટણીમાં મતદાતા દીઠ ખર્ચમાં સૌથી વધુ વધારો થયો હતો. ૧૯૮૪-૮૫ માં જે ખર્ચ બે રૂપિયા હતો, તે ૯૧-૯૨ માં વધી ૭ રૂપિયા થયો હતો. આ પછી ૧૯૯૬ માં મતદાતા દીઠ ખર્ચ ૩ રૂપિયાથી વધી ૧૦ રૂપિયા સુધી પહોંચી ગયો.
ચૂંટણી ખર્ચમાં વધારા માટે બે મોટા કારણો છે. પ્રથમ રૂપિયાનું અવમૂલ્યન, જૂના જમાનાનો મોંઘવારી દર અને મોંઘવારી દરમાં પણ ફર્ક આવ્યો છે. બીજું કારણ મતદાતાઓ માટે બૂથ પર સુવિધાઓમાં વધારો છે.

Related posts

ચંદ્રાબાબુ નાયડુ : ઉંચી મહત્વાકાંક્ષા ધરાવતા ચાલાક રાજકારણી

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

મસ્ક્યુલર બોડીની ઘેલછા જોખમી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1