Aapnu Gujarat
બ્લોગ

મુખ્યમંત્રી બનવું સચિન પાયલોટ માટે સરળ નથી

કોંગ્રેસ અધ્યક્ષ રદની ચુંટણી માટે જાહેરનામુ બહાર પડી ગયું છે અને ૨૪ સપ્ટેમ્બરથી ઉમેદવારીપત્રકો ભરી શકાશે બે દાયકામાં પહેલીવાર ગાંધી પરિવારથી કોઇ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચુંટણી મેદાનમાં ઉતરશે નહીં આ ચુંટણી શશિ થરૂર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત વચ્ચે મુકાબલો થઇ શકે છે એવામાં રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તનને લઇને પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે.જો કે સચિન પાટલોટના મુખ્યમંત્રી બનવાના માર્ગમાં ફકત ગહલોત જ નહીં પરંતુ અનેક રાજકીય પડકારો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવા માટે અશોક ગહલોત તૈયાર છે પરંતુ રાજસ્થાનમાં પોતાના રાજકીય ઉત્તરાધિકારી સચિન પાયલોટને માનવાના પક્ષમાં નથી આજ કારણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદની સાથે સાથે મુખ્યમંત્રી પદ પર ગહલોત બની રહેવા ઇચ્છે છે. તેમણે પોતાના તરફથી સ્પષ્ટ કર્યું છે કે તે ગુજરાત વિધાનસભા ચુંટણી થવા સુધી રાજસ્થાનમાં પાવર ટ્રાંસફર કરવા ઇચ્છતા નથી પછી ભલે તે સચિન પાયલોટ હોય કે કોઇ અન્ય ઉમેદવાર હોય જેના પર સર્વસમ્મતિ હોય ગહલોત ભલે કોંગ્રેસ પ્રમુખ બની જાય પરંતુ રાજસ્થાનની સત્તામાં તે બની રહેવા ઇચ્છે છે પછી ભલે તે ખુદ મુખ્યમંત્રી બની રહે અથવા કોઇ એવો મુખ્યમંત્રી બને જે તેમને સ્વીકાર્ય હોય સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાની માંગ ભલે જ તેમના સમર્થકો દ્વારા ઉઠાવવામાં આવી રહી હોય પરંતુ ધારાસભ્યોનું સમર્થન તેમને મળી રહ્યું નથી મુખ્યમંત્રી ગહલોતના બોલાવવા પર કોંગ્રેસના ધારાસભ્ય તેમના ઘરે પહોંચ્યા હતાં ગહલોતનું આ શક્તિ પ્રદર્શન હતું આ પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વને એ બતાવવાની પધ્ધતિ હતી કે તેમને રાજયના મોટાભાગના ધારાસભ્યોનો ટેકો છે.એટલું જ નહીં પાયલોટની સાથે ૨૦૨૦માં બળવાનું વલણ અપનાવનાર ધારાસભ્યોમાંથી અનેક લોકો હવે ગહલોત જુથમાં ઉભા છે. આવામાં પાયલોટને મુખ્યમંત્રીની ખુરશી સોંપવા કોંગ્રેસ નેતૃત્વ માટે સરળ રહેશે નહીં પાયલોટને અનેક પડકારો છે જેવા કે રાજસ્થાન સરકારમાં ગહલોતના સમર્થકોની સાથે સાથે ધારાસભ્ય સચિન પાયલોટની નીચે કામ કરવા ઇચ્છતા નથી તેમાંથી કેટલાકનો તર્ક છે કે કોઇ એવા વ્યક્તિને નેતૃત્વ સોંપવું જોઇએ નહીં જેણે કહેવાતી રીતે પાર્ટીની વિરૂધ્ધ વિદ્રોહ કર્યો હતો રાજસ્થાન સરકારમાં મંત્રી અશોક ચંદના દ્વારા સચિન પાયલોટ પર તાજેતરના હુમલા પણ જોવા મળે છે કે તેમને હજુ વધુ સમર્થન એકત્રિત કરવાની જરૂરત છે. આ ઉપરાંત રાજસ્થાનમાં કોંગ્રેસના અનેક ધારાસભ્ય વરિષ્ઠ છે જે સચિન પાયલોટની નીચે કામ કરવા માટે તૈયાર નથી આવામાં પાયલોટને મુખ્યમંત્રી બનાવી કોંગ્રેસ કોઇ રીતનું જોખમ ઉઠાવતા બચી શકે છે. સચિને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રહેતા ૨૦૧૮ વિધાનસભા ચુંટણીમાં પાર્ટીને સત્તામાં વાપસી કરાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી તેનું પરિણામ હતું કે તેમને નાયબ મુખ્યમંત્રીની ખુરશી આપવામાં આવી હતી પરંતુ ૨૦૨૦માં પાયલોટના કહેવાતા બળવાથી કોંગ્રેસ પ્રત્યે તેમની વફાદારી પર પ્રશ્નચિન્હ જરૂર લાગેલ છે જયારે ગહલોત ગાંધી પરિવાર પ્રત્યે પોતાની વફાદારીને જાહેર કરતા રહે છે જો પાયલોટ ઉપરાંત કોઇ અન્યને હાલ મુખ્યમંત્રી બનાવવામાં આવે તો ગહલોતની વાપસીની તક બની શકે છે પરંતુ જો હાલ પાયલોટ મુખ્યમંત્રી બને તો આમ થવુ મુશ્કેલ છે કારણ કે તે રાજયમાં પાર્ટીનો મુખ્ય ચહેરો બની શકે છે

Related posts

‘વાઘ’નું અસ્તિત્વ જ આજે જોખમમાં

aapnugujarat

પર્રિકરે રાજીનામું આપી નૈતિકતા સાબિત કરવી જોઈએ

aapnugujarat

વિચારવા જેવું…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1