Aapnu Gujarat
બ્લોગ

સવર્ણ અનામત : મોદીનો એક કાંકરે અનેક લક્ષ્ય સાધવાનો પ્રયાસ

સવર્ણ જાતિઓ માટે શિક્ષણ અને નોકરીઓમાં ૧૦ ટકા અનામત આપવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય એક તીરથી ઘણાં નિશાન સાધે છે.લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી સરકારનું આ પગલું ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જોકે, તેની સાથે ઘણા ’જો અને તો’ જોડાયેલા છે.સોમવાર (૭ જાન્યુઆરી ૨૦૧૯)ના રોજ કેન્દ્રીય કૅબિનેટની બેઠક સાઉથ બ્લૉકના બદલે સંસદ પરિસરમાં થઈ. બેઠક અડધી કલાકથી વધારે ન ચાલી.તેમાં સવર્ણ જાતિઓને ૧૦ ટકા અનામત માટે બંધારણ સંશોધન બિલના ખરડાને મંજૂરી આપવામાં આવી.મોદીએ પોતાની કાર્યશૈલીના આધારે તેને ગોપનીય રાખી.પૂર્વ વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહે જ્યારે ૧૯૯૦માં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે અનામતની નીતિ લાગુ કરી હતી.જેને આપણે મંડલ કમિશનના રૂપમાં જાણીએ છીએ, ત્યારે તેમના આ પગલાંને માસ્ટરસ્ટ્રોક કહેવામાં આવ્યું હતું.તેનું કારણ એ હતું કે કોઈ પણ રાજકીય પક્ષ તે સમયે તેનો ખુલીને વિરોધ નહોતો કરી શક્યો.
વર્તમાન સમયમાં ભાજપે સવર્ણ જાતિઓમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી છે.૨૦૧૯ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી સરકારનો આ એક મોટો માસ્ટર સ્ટ્રોક ગણાવવામાં આવી રહ્યો છે.વડા પ્રધાને પોતાના પગલાંથી રાજકીય વિરોધીઓને ચિંતામાં મૂકી દીધા છે.તેમના માટે સરકારના આ પગલાનું સમર્થન કે વિરોધ બન્ને મુશ્કેલ બની જશે.
ઘણાં એવા ક્ષેત્રીય દળ છે જેમાં બહુજન સમાજ પાર્ટી પણ સામેલ છે કે જે છેલ્લાં ઘણાં વર્ષોથી ગરીબ સવર્ણોને અનામત આપવાની માગ કરી રહી છે.આ બધા માટે ચૂંટણીના સમયે આ બંધારણ સંશોધન બિલનો વિરોધ કરવો શક્ય નહીં બને.તે માટે કૉંગ્રેસે તેનું સમર્થન કરતા રોજગારીના સવાલ ઉઠાવ્યો છે. ઘણી પાર્ટીઓ હવે નક્કી કરી શકતી નથી કે શું કહેવું.ગુજરાત ચૂંટણી બાદ પહેલી વખત વડા પ્રધાને રાષ્ટ્રીય ચર્ચાને નિર્ણાયક રીતે બદલી નાખી છે. છેલ્લા એક વર્ષથી ભાજપ ઘણી રીતે પાછળ જઈ રહ્યો હતો.તેવામાં જ્યારે સમગ્ર દેશમાં રામ જન્મભૂમિની ચર્ચા ચાલી રહી છે ત્યારે મોદીએ નવો દાવ રમ્યો છે.હવે સવર્ણ અનામતનો આ મુદ્દો ચૂંટણી સુધી રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં રહી શકે છે.મંદિર મુદ્દે બચાવની મુદ્રામાં ઊભેલો ભાજપ હવે આ મુદ્દે આક્રમક જોવા મળશે.રામ મંદિરના મુદ્દા પર જે લોકો સક્રીય હતા તેમાં સવર્ણોની સંખ્યા વધારે હતી.સરકારના આ પગલાંથી અનુસૂચિત જાતિ/જનજાતિના મુદ્દા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલવાથી સવર્ણોમાં ઉદ્ભવેલી નારાજગી કેટલીક હદે ઓછી થઈ જશે.મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે તેની મોટી કિંમત ચૂકવવી પડી હતી.ભાજપ સરકારથી નારાજગીના આ બે મુદ્દા ખતમ નહીં થાય પણ તેમની ધાર જરુર બુઠ્ઠી થઈ જશે.સવાલ એ છે કે આ કામ મોદી સરકાર પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં પણ કરી શકતી હતી. પરંતુ કેમ ન કર્યું?
ભાજપ ઇચ્છતો ન હતો કે આટલા મોટા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ નાના લક્ષ્ય માટે કરવામાં આવે.સમગ્ર પાર્ટીની વ્યૂહરચનાના કેન્દ્રમાં આ સમયે માત્ર લોકસભા ચૂંટણી છે.સવર્ણ જાતિઓને અનામત આપવાના નિર્ણયથી દેશનાં અલગ અલગ રાજ્યોમાં ચાલતાં ત્રણ અનામત આંદોલન પણ તુરંત થમી જશે.
ગુજરાતમાં પાટીદાર આંદોલન, મહારાષ્ટ્રમાં મરાઠા અને હરિયાણામાં જાટ આંદોલને સરકાર માટે મુશ્કેલી ઊભી કરી દીધી હતી.આ ત્રણેય રાજ્યોમાં સરકાર પણ ભાજપની જ છે. એ માટે વાત સીધી મોદી સુધી જ પહોંચતી હતી.આ ત્રણેય જાતિઓ પછાત વર્ગના કોટામાં અનામતની માગ કરી રહી હતી. તેમની માગનું સમર્થન કરવું પછાતોની નારાજગીનું કારણ બની શકતું હતું.અનામતની સીમા ૪૯.૫ ટકાથી વધારીને ૫૯.૫ ટકા કરવાથી કોઈ પાસેથી કંઈ છીનવાઈ રહ્યું નથી.એ માટે દલિતો, આદિવાસીઓ અને પછાતોમાં સવર્ણોને મળતી અનામતથી કોઈ નારાજગી નહીં હોય.સાથે જ સવર્ણોમાં આર્થિક રૂપે નબળા તબક્કાની ફરિયાદ પણ દૂર થશે.તેમને લાગતું હતું કે માત્ર જાતિના કારણે તેમની ગરીબીને ગરીબી માનવામાં આવતી નથી.ભારતમાં ફરી ચૂંટણી પહેલાં જ અનામતના મુદ્દે રાજકારણ ગરમાયું છે. કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરી છે.૨૦૧૯ની ચૂંટણી પહેલાં જ મોદી સરકારનો આ નિર્ણયને કૉંગ્રેસ સહિતના પક્ષો લૉલીપોપ ગણાવી રહ્યા છે. જોકે, બિલ બહુમતીથી બેઉ ગૃહમાં પાસ થયું છે.ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૫ અને ૧૬માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અનામત આપવાની જોગવાઈ છે.એવું સ્વીકારાયું છે કે આ વર્ગો સાથે ભૂતકાળમાં અન્યાય થયો છે. જેને કારણે તેઓ સામાજિક વિકાસમાં પાછળ રહી ગયા છે.તેમને મુખ્ય ધારામાં લાવવા માટે અનામતની જરૂર છે.આ મુજબ અનામતને લાગુ કરવા માટે હવે સરકારે બંધારણના અનુચ્છેદ ૧૫ અને ૧૬ની અંતર્ગત તેને લાવવી પડશે.જેથી અનુચ્છેદમાં સુધારો કરવા માટે સરકાર સંસદમાં બિલ લાવશે.વર્ષ ૧૯૯૦માં કેન્દ્રમાં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર હતી. તેમની સરકારે દ્વિતીય પછાત વર્ગ પંચની એક ભલામણને અમલમાં મૂકી હતી. આ દ્વિતીય પછાત વર્ગ પંચને સામાન્ય રીતે મંડલ પંચ તરીકે ઓળખામાં આવે છે.એ ભલામણ હતી ’અધર બૅકવર્ડ ક્લાસ’(ઓબીસી)ના ઉમેદવારોને તમામ સરકારી નોકરીઓમાં ૨૭ ટકા અનામત આપવાની.આ નિર્ણયના કારણે ભારતની અને ખાસ કરીને ઉત્તર ભારતની રાજનીતિ તદ્દન બદલાઈ ગઈ. આ પંચના અધ્યક્ષ હતા બિંદેશ્વરી પ્રસાદ મંડલ એટલે કે બી. પી. મંડલ.૨૦૧૮નું વર્ષ બી. પી. મંડલની જન્મશતાબ્દીનું વર્ષ છે. મંડલનો જન્મ ૨૫ ઑગસ્ટ, ૧૯૧૮માં બનારસમાં થયો હતો.બી. પી. મંડલ ધારાસભ્ય, સાંસદ, પ્રધાન અને બિહારના મુખ્ય પ્રધાન પણ બન્યા હતા.જોકે, ઇતિહાસમાં તેમને નાયક તરીકે અને ખાસ કરીને ઓબીસીના આઇકન તરીકે યાદ કરાય છે. આ સાથે જ દ્વિતીય પછાત વર્ગ પંચના અધ્યક્ષ તરીકે તેમણે કરેલી ભલામણોને કારણે તેમને યાદ કરાય છે.કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીએ સવર્ણોને ૧૦ ટકા અનામતની આપવાની જાહેરાત કરી છે. ત્યારે જો આ બંધારણીય સુધારો થઈ જશે તો ગુજરાતમાં ચાલી રહેલું પાટીદર અનામત આંદોલન સમેટાઈ જશે કે ચાલુ રહેશે એ સવાલ હાલ ચર્ચાઈ રહ્યો છે.જોકે, સરકારની જાહેરાત છતાં હાર્દિક પટેલ દ્વારા ચલાવાઈ રહેલું પાટીદાર અનામત આંદોલન સમિતિનું આંદોલન ગુજરાતમાં ચાલુ જ રહેશે એમ જાણવા મળે છે.હાર્દિક પટેલ હજુ પણ આંદોલન સમેટી લેવાનું વલણ ધરાવી નથી રહ્યા પરંતુ એમના વિરોધીઓ એમ માને છે કે કેન્દ્ર સરકારની આ જાહેરાત પછી પાટીદાર અનામત આંદોલન અને હાર્દિક પટેલ બન્નેનું કામ પુરું થઈ ગયુ છે.
ગુજરાતમાં ૨૦૧૫થી પાટીદારોને અનામતની માંગણી ઉગ્ર બની હતી અને તેને લીધે હાર્દિક પટેલને એક યુવા પાટીદાર નેતા તરીકે દેશભરમાં લોકો ઓળખતા થયા હતા.હિંસા અને અનેકવિધ કારણોસર પાટીદાર અનામત આંદોલન સતત સરકાર સાથે સંઘર્ષરત રહ્યું છે.સવર્ણોને આ ૧૦ ટકા અનામત કેન્દ્ર સરકારની જાહેરાતને ઘણા પાટીદાર નેતાઓ પોતાની લડતની એક જીત માની રહ્યાં છે.પરંતુ પાટીદાર અનામતની લડાઇ અહીં રોકાઈ જાય તેવું લાગી રહ્યું નથી.બીબીસી ગુજરાતી સાથે વાત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પાટીદારો માટે અનામતની લડાઇ ચાલુ હતી અને ચાલુ રહેશે. હું દરેક વર્ગના લોકો માટે સંઘર્ષ કરી રહ્યો છું અને તે માટે હું ક્યારેય પાછો નહીં ફરું. આ નિયમ જ્યાં સુધી લાગુ નહીં થાય ત્યાં સુધી મારો સંઘર્ષ ચાલુ રહેશે.કેન્દ્ર સરકારની જાહેરાતના જ દિવસે તેમણે પોતાના ફેસબુક પેજ પરથી લાઇવ કરીને કહ્યું હતું કે અનામતની તેમની લડાઇનો ફાયદો તમામ સવર્ણ વર્ગના લોકોને થશે. આ લાઇવથી તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે હવે તે માત્ર પાટીદાર જ નહીં પરંતુ બીજા અનેક સવર્ણ લોકોના સહકાર સાથે મોટાપાયે અનામતની લડાઇ શરુ કરશે.હાર્દિક પટેલ કેન્દ્રના આ નિર્ણયને ચુંટણીલક્ષી નિર્ણય માને છે.તેઓ કહે છે અગાઉ પણ આનંદીબેન પટેલે ઇ.બી.સી ક્વોટા હેઠળ સવર્ણોને અનામત આપી હતી. જે હાઇકોર્ટમાં રદબાતલ થઇ ગઇ હતી.
ચૂંટણી આવતા કેન્દ્ર સરકારની આ એક ’લોલીપોપ’છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) જ્યાં સુધી અનામતની આ જાહેરાત પ્રેક્ટીસમાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે.જોકે, પાટીદાર અનામતના બીજા નેતાઓ માને છે કે, કેન્દ્ર સરકારની આ જાહેરાત તેમની લડતનું જ પરિણામ છે.આ વિશે વાત કરતા પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા કહે છે કે, અમે આ જાહેરાતને એક ભેટ ગણીએ છીએ પરંતુ, અમને શંકા છે કે આ જાહેરાત અગાઉની ગુજરાત સરકારની જાહેરાતોની જેમ જ એક સુરસુરિયું સાબિત થશે.
આ નિર્ણય પછી હાર્દિક સાથે જોડાતા લોકોની સંખ્યા ઘટી જશે એમ પણ ઘણા લોકો માને છે.પાટીદાર આંદોલન હવે સમય જતા પૂરું થઇ જશે તેવું રાજકીય નિષ્ણાત માને છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ની રચના કરનાર અને આ સંસ્થાના કન્વીનર હાર્દિક પટેલની લોકપ્રિયતા તેમની વિસનગરમાં ૨૦૧૫માં યોજાયેલી રેલીથી શરુ થઇ હતી.ઓગસ્ટ ૨૦૧૫માં વિસનગરની પોતાની પ્રથમ રેલીથી લઈને ૨૦૧૮માં અમદાવાદનાં ગ્રીનવુડ્‌સ બંગલોઝ ખાતેના ઉપવાસ સુધી ૨૪ વર્ષીય હાર્દિક પટેલ મજબૂત રાજનેતા તરીકે ઉભર્યા છે.હાર્દિક પટેલ નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા છે અને છ મહિના સુધી તડીપાર થયા છે. તેમની સામે રાજ્યભરમાં અંદાજે ૫૬ એફઆઇઆર થઇ છે.આર્થિક રીતે નબળા જનરલ કેટેગરીના લોકોને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપતું બંધારણીય સંશોધન બિલ બુધવારે રાજ્યસભામાં પાસ થઇ ગયું હતું. જોકે હવે આ બિલને સુપ્રીમ કોર્ટમા પડકારવામાં આવ્યું છે. સંસદમાં આ બિલને મંજૂરી પ્રાપ્ત થયાના એક દિવસ બાદ જ સુપ્રીમ કોર્ટમાં તેને પડકાર આપતી અરજી યુથ ફોર ઇક્વાલિટી અને ડૉ કૌશલ કાંત મિશ્રા દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં બંધારણીય સંશોધનને અનામત અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ ગણાવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, જનરલ ક્વોટાને પડકાર આપતી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આર્થિક માપદંડ અનામતનો એકમાત્ર આધાર હોઇ શકે નહી. અરજીમાં આ બિલને બંધારણના મૂળ માળખાની વિરુદ્ધ ગણાવ્યું છે.નોંધનીય છે , જનરલ કેટેગરીના ગરીબોને નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત માટે બંધારણમાં ૧૨૪મો સુધારો કરવામાં આવ્યું છે. આ બંધારણીય સંશોધન બિલ મંગળવારે લોકસભામાં પાસ થયા બાદ બુધવારે રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. આ બિલને રાજ્યસભામાં પણ લીલી ઝંડી મળી ગઇ હતી. આ બિલની તરફેણમાં ૧૬૫ મત પડ્યા હતા જ્યારે વિરોધમાં ૭ મત પડ્યા હતા

Related posts

MORNING TWEET

aapnugujarat

નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર લાગ્યું ગોડસેનું ગ્રહણ

aapnugujarat

JOKES

aapnugujarat

Leave a Comment

UA-96247877-1