Aapnu Gujarat
ગુજરાત

જિગ્નેશ મેવાણીએે હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી

અમદાવાદના વસ્ત્રાલમાં જિગ્નેશ મેવાણી પર થયેલા હુમલા બાદ મામલો ગરમાયો છે. જિગ્નેશ મેવાણીએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. ગઈકાલે વસ્ત્રાલમાં જિગ્નેશ મેવાણીની જાહેર સભા દરમિયાન તેમના પર હુમલો થયો હતો.
વસ્ત્રાલમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર અસામાજિક તત્વોએ કરેલા હુમલાના વિરોધમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી. જીગ્નેશ મેવાણી વસ્ત્રાલના સરકારી આવાસમાં એક કાર્યક્રમમાં ગયા હતા ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ સ્ટેજ પર ચઢીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ અસામાજિક તત્વોથી સ્થાનિક લોકો પરેશાન છે જેથી તેમની વિરુદ્ધ માં કાર્યવાહીની માંગ કરવામાં આવી.

એટલું જ નહીં નરોડામાં કોર્પોરેટર દ્વારા આરોગ્ય કેન્દ્રની મહિલા તબીબ સાથે કરેલા અશ્લીલ વર્તન ને લઈને તપાસની માંગ કરી છે.. જો પોલીસ કાર્યવાહી નહિ કરે તો પોલીસ કમિશ્નર કચેરીની બહાર ધરણાની ચીમકી આપી છે..આ મામલે મેવાણીએ કહ્યું કે નરોડાના કોર્પોરેટર વિરુદ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.. વસ્ત્રાલમાં મહિલાઓ સાથે છેડતી કરનારાઓ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છતાં પોલીસ કાર્યવાહીથી દૂર ભાગી રહી છે.. ત્યારે આ પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ કાર્યવાહીની માગ કરી છે.

Related posts

પીએસઆઇ દેવેન્દ્રસિંહ આપઘાત કેસ : DYSP પટેલની કોઇપણ સમયે ધરપકડના ભણકારા

aapnugujarat

રાજ્યમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયા સહિતના કેસમાં ધરખમ વધારો

editor

ખસા ગામમાં પાણીની સમસ્યા

editor

Leave a Comment

UA-96247877-1