Aapnu Gujarat
ગુજરાત

તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં કરાયો વધારો

ગુજરાતમાં પોલીસ જવાનોના પગાર વધારા બાદ એક મહત્વનો નિર્ણય પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.તલાટી કમ મંત્રીઓના ભથ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે. નવા ભથ્થામાં રૂ.૩ હજાર મળશે. ભથ્થુ રૂ.૯૦૦થી વધારીને રૂ.૩ હજાર કરી નાખવામાં આવ્યું છે તે સાથે જ આજથી નવું ભથ્થું અમલી બનશે તેવો પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગણીઑને લઈને લાંબા સમયની હડતાળના માર્ગે વળ્યા હતા જેને લઈને ગ્રામીણ કક્ષાએ કામગીરી અસ્તવ્યસ્ત બની હતી. ત્યારબાદ રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગ સંતોષવાની બાંહેધરી આપતા ૨૨ ઓગસ્ટના રોજ હડતાળ સમેટી લેવામાં આવી હતી. સરકાર દ્વારા ૫માંથી ૪ માંગણી સ્વીકારવામાં આવી છે. વધુમાં એક માંગણી માટે સરકારે કરી વિશેષ કમિટિની રચના કરવા જણાવાયું છે. ત્યારબાદ કમિટના રિપોર્ટ બાદ આગામી સરકાર નિર્ણય દ્વારા લેવામાં આવશે.

Related posts

अंबाजी मंदिर सुबह में ६.१५ से रात १.३० बजे तक खुला रहेगा

aapnugujarat

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘માનવતાના મર્મજ્ઞ ભગવાન શ્રીરામ’ વિષય ઉપર 82મી પ્રવચનમાળા યોજાઈ

aapnugujarat

“UNLOCK” Day 1 in Gujarat

editor

Leave a Comment

UA-96247877-1