Aapnu Gujarat
ગુજરાત

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘માનવતાના મર્મજ્ઞ ભગવાન શ્રીરામ’ વિષય ઉપર 82મી પ્રવચનમાળા યોજાઈ

આર્ષ’ શોધ સંસ્થાનગાંધીનગર દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી છેલ્લા 20 વર્ષથી નિયમિતરૂપે ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાયતે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષસામાજિક સમસ્યાદર્શન અને શાસ્ત્ર વિષયો પર દર ત્રણ માસે પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં વ્યક્તિવિશેષ વિષયક પ્રવચનના ભાગરૂપે માનવતાના મર્મજ્ઞ ભગવાન  શ્રીરામ’ વિષય ઉપર આર્ષ પ્રવચનમાળાના 82 માં પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટના સંતનિર્દેશક પૂ. અપૂર્વમુનિદાસ સ્વામીએ વક્તવ્યનો લાભ આપ્યો હતો. પ્રવચનમાં આશરે 1500 જેટલા  શ્રોતાઓએ ભાગ લીધો હતો.

પૂ. અપૂર્વમુનિદાસ સ્વામીએ માનવતાના મર્મજ્ઞ ભગવાન શ્રીરામ તેમજ રામાયણ વિષયક વાત કરતા જણાવ્યું હતું કેસમયે સમયે મહાન પુરુષોને યાદ કરવા   જોઈએ. રામનું જીવન જોઈ જીવવાથી કલ્યાણ થાય છે. રામાયણની સ્ટોરી બધા જાણે છે પણ તેની ગ્લોરી જાણવા આજે ભેગા થયા છીએ. વિશ્વના સેંકડો દેશોમાં ભગવાન રામ પહોંચી ગયા છે. તેઓ દરેક આસ્થાનું કેન્દ્ર છે. રામે આધ્યાત્મિક માર્ગ બતાવ્યો છે. માણસાઈનું કેવું અધઃપતન થયેલું છે. અત્યારે માનવ જાત માનવને જેટલું નુકસાન કરે છે એટલું કોઈએ નથી કર્યું. ખરેખર શું બનવાની જરૂર છેજરૂર છે સારા માણસ બનવાની. જે રામાયણમાં લખાયું છે.

મહાન પુરુષોનો મોટો ચમત્કાર દરેક માણસમાં મુમુક્ષુતા જાગ્રત કરે તે છે. માનવતા બહુ વિશાળ શબ્દ છે. વ્યક્તિએ વ્યક્તિએ પરિભાષા બદલાતી રહે. પરિપક્વતા એટલે માનવતા. પરમાત્મનિષ્ઠા એટલે માનવતા. વગેરે… રામ ભગવાનના ચરિત્રો દ્વારા માનવતાના વિચારઉચ્ચાર અને આચારની ખબર પડે. તેમના વિચારોમાં માનવતા હતી. મોટા ભાગનાનાં વિચારો એવા હોય કે હું સુખી કેમ થાઉં પણ બીજાને સુખી જોવા ઈચ્છે તે માનવતા છે.

સુખ જ્યારે મળે ત્યારે બીજાનો વિચાર આવે ત્યારે સમજવું કે માનવતા આવી છે. બીજાને દુઃખ મુક્ત કરવા તે માનવતા છે. બીજાનું દુઃખ જોઈને યુગ સમાન દુઃખ લાગે તે માનવતા. રામ હંમેશા બીજાનાં દુઃખોમાં દુઃખી થતા હતા. બીજાનાં દુઃખો જોઈ કેટલાક રાજી થાય છે. પ્રમુખસ્વામી મહારાજ વિદેશમાં રહ્યા થકા દિવસ દરમ્યાન વિચરણમાં વ્યસ્ત રહેતા સમય ન મળતાં રાત્રે અઢી વાગે ગુજરાતના સુખાકારી માટે પ્રાર્થના કરતા તે છે માનવતા. કોઈ દુઃખી થાય તે તેમને ગમતું  નહોતું.

ઉચ્ચારોમાં માનવતા એ માનવતાની બીજી  વિશેષતા છે. સવારથી સાંજ સુધી આપણાં ઉચ્ચારો દાનવતા જેવા હોય છે. આપણું વચન આપણું વજન નક્કી કરે છે. આપણા ઉચ્ચારણોમાં ક્યારેક આડમ્બર હોય છે. શ્રીરામના ઉચ્ચારણો અનીતિ રહિત અને જીવનું રૂડું થાય તેવા હતા. કેટલાકની વાણી જોડવાનું કામ કરે છે. કેટલાકની વાણી તોડવાનું કામ કરે છે. આથી વાણીના ટોનમાં સભ્યતા દેખાય છે. રામે અસભ્યતાનો જવાબ સભ્યતાથી આપ્યો છે. આપણામાં સજ્જનતા કેટલી છે તેની પરીક્ષા સમયે ખબર પડે છે.

મહાપુરુષો બધું કરવા સમર્થ હોવા છતાં પણ તે કાર્યોનો યશ બીજાઓને આપે છે. આપણે બીજા માટે આભારની લાગણી પ્રદર્શિત નથી કરતા. અસંતોષ ઉચ્ચારણમાં આવતો હોય છે. રામને અન્યાય થવા છતાં અસંતોષ વ્યક્ત કર્યો નથી. તેમણે વાણીમાં ક્યારેય અન્યાય બતાવ્યો નથી. માનવતા ચૂક્યા નથી. જેણે આપણું બગાડયું હોય ત્યારે તેની પ્રત્યે આપણા ઉચ્ચારો કેવા હોય છેમાનવતા પ્રગટ થાય ત્યારે માનવતા કહેવાય માનવને સફળતા મળે ત્યારે તેનું વર્તન બદલાઈ જાય છે.

ઘણાંને સફળતા મળે ત્યારે ક્યારેક પકડી રાખવા પડે. જો પકડ ઢીલી થાય તો ઊંચે ઊડી જાય છે. જ્યારે શ્રીરામ દશરથનાં અવસાન બાદ પણ પોતાના પિતાને ક્રેડીટ આપી કે મને 14 વર્ષનો વનવાસ આપી ૠષિમુનિઓના સમાગમમાં રાખ્યો. દરેક યશ અસામાન્ય સંજોગોમાં બીજાને આપે તે છે માનવતા.

રામની કથની અને કરણી એક હતી તે માનવતા. તે સૌને મદદરૂપ થતા. આપણે બીજા આગળ નીકળે તે સહન નથી કરી શકતા. રામના આચારમાં કોઈ લઘુતાગ્રંથિ દેખાતી નથી. તેમની કોઈપણ ક્રિયામાં ઘમંડ જોવા મળતો નથી. દરેકને પૂછીને કાર્ય કરતા હતા. તેમના આચારમાં સૌને સાથે રાખતા હતા. પ્રમુખસ્વામી મહારાજ ઘણીવાર કહેતા પાંચને પૂછીને કામ કરવું. દરેક કાર્યમાં રામ બીજાને હાઈલાઈટ કરતાં કોઈ બીજો આપણા કરતાં આગળ વધી જશે એવું આપણા મનમાં રહેલું હોય છે. પોતે રાજા હતા પણ બીજા તેમને કહી શકે તેવો તેમનો સ્વભાવ હતો. તેમને નિર્ભય થઈને કહેવાની છૂટ હતી. યોગીજી મહારાજ પણ કહેતાં બીજા આપણી ભૂલ દેખાડે તો મને ગમે. તે છે માનવતા. માણસ જ્યારે એકલો હોય ત્યારે સારો હોય પણ જ્યારે તેમને પીન મારનાર કોઈ મળે ત્યારે તેની દશા બગડી જાય છે. કોઈની ચડવણીથી આપણા વિચારો અને ઉચ્ચારો બદલાય જાય છે.

શ્રીરામ લક્ષ્મણની ચડવણીથી પણ  અયોગ્ય બોલ્યા નથી. રામ નખશીખ પવિત્ર હતા. રામ સંપૂર્ણ માનવતાથી ભરેલા હતા. રાજ્યાભિષેક પછી પણ દરેકને દડંવત કરી શકે તેવા રામ હતા. શ્રીરામની સેનામાં એક પણ વાનર એવો ન હતો કે જેના રામે ખબર અંતર ન પૂછ્યા હોય. તેમના માટે બધા સમાન હતા.  દાઢમાં રાખવાની,બદલો લેવાની ભાવના ખૂબ ખરાબ છે. વિના વાંકે કૈકયીના કહેવાથી રામને વનમાં જવાનું થયું તો પણ વનવાસ પછી સૌથી પહેલાં કૈકયીને મળ્યા હતા. પ્રથમ કૈકયી માતાને ભેટીને કહ્યું કે તમારો કોઈ વાંક નથી આતો ભાગ્યમાં હોય તેમ થાય’ એમ કહે છે તે માનવતા છે. અપકારનો બદલો ઉપકારથી લીધો છે. જેમ બોલે તેમ કરતા. માણસ સતત કુટુંબના દરેક સભ્ય સાથે ખોટું બોલતો હોય છે પણ રામ ભગવાનની મહાનતા હતી કે જે સંપર્કમાં આવે તેને પોતાના બનાવી લેતા રામ ધર્મનો પર્યાય છે.

આમ વિચારમાંઉચ્ચારમાં માનવતા હતી. સામેવાળો પાછો વળે કે ન વળે પણ આપણે પાછું વળી જવું જોઈયે તે માનવતા છે. દેશમાં રામરાજ્ય લાવવું તે આપણું કામ નથી  પણ દેહમાં રામ રાજ્ય સ્થાપવું તે આપણું કામ છે તે માનવતા છે. માનવતાની વાતો કરવી સરળ છે પણ તેને આચરણમાં લાવવી લોઢાના ચણા ચાવવા જેવી છે. જેમનાં સ્મરણ માત્રથી દુરાચાર દુર થાય તેવી માનવતા પ્રમુખસ્વામી મહારાજમાં હતી. રામ ભગવાનમાં જે 21લાખ વર્ષ પહેલાં માનવતા હતી એવી માનવતા અત્યારે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજમાં પણ જોવા મળે છે.

અંતે આગામી પ્રવચનમાળા વીજળી અને પાણી : બચતજાળવણી અને સાચવણી’ વિષયની જાહેરાત આર્ષના ડાયરેક્ટર ડૉ.શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ કરી હતી. તથા શ્રોતાઓએ વક્તા પાસેથી પોતાના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર મેળવ્યા હતા.

Related posts

अहमदाबाद में दो वर्ष में १७७ लोगों ने हथियार के लाइसेंस प्राप्त किए

aapnugujarat

સરપંચની ટર્મના એક વર્ષ સુધી હવે અવિશ્વાસ દરખાસ્ત નહી : હાઇકોર્ટનો મહત્વનો અને સીમાચિહ્નરૂપ ચુકાદો

aapnugujarat

કચ્છના જામકુનરિયામાં તીડનો આતંક!

editor

Leave a Comment

UA-96247877-1