Aapnu Gujarat
ગુજરાત

સત્તાના શિખર સર કરવા આમ આદમી પાર્ટી દ્વારા મથામણ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, મહતમ બેઠકો હાંસલ કરવા દરેક રાજકીય પાર્ટીઓ એડી ચોટીનુ જોર લગાવી રહી છે.
એક તરફ ભાજપના દિગ્ગજ નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે. આજે અમિતશાહ સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે. તો આ બધાની વચ્ચે દિલ્હી અને પંજાબમાં પરિવર્તન લાવનાર આપ પાર્ટી ગુજરાતમાં મહતમ સીટો હાંસલ કરવા મથામણ કરી રહી છે. દિલ્હી ઝ્રસ્ અને આપના કન્વીનર કેજરીવાલ આગામી ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે ગુજરાત આવશે. કેજરીવાલે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, ‘ગુજરાત બદલાવ માંગે છે, જલ્દી મનીષ સિસોદિયા ગુજરાતમાં યાત્રા કાઢશે. બસ હવે પરિવર્તન જોઈએ.’
ગુજરાતના મતદારોને રીઝવવા માટે કેજરીવાલ ફ્રી વીજળી, બેરોજગારી ભથ્થુ, ગ્રેડ પે સહિતના મુદ્દાઓને લઈને વચનોની લ્હાણી કરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કેજરીવાલ, યુવાનો, મહિલાઓ, આદિવાસીઓ અને વેપારીઓને વિવિધ ગેરંટી આપી ચુકેલા કેજરીવાલે તેમની ગત ગુજરાત મુલાકાત વખતે ખેડૂતો માટે જાહેરાત કરી હત
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તો ખેડૂતોને દિવસમાં ૧૨ કલાક વીજળી, નવસેરથી જમીન રિ-સર્વેની કામગીરીનો વાયદો કર્યો ઉપરાંત ટેકાના ભાવે પાકોની ખરીદીની પણ ગેરંટી આપવાની વાત કરી. પોરબંદરમાં કેજરીવાલે માછીમારોને રિઝવવાનો પ્રયાસ કર્યો અને પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.તમને જણાવી દઈએ કે, વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે છછઁએ અત્યાર સુધીમાં ૨૯ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.

Related posts

કારમાં તમામે સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો પોલીસ રોકશે

aapnugujarat

સુરતમાં વિજ કરંટથી યુવકનું મોત

aapnugujarat

અપહરણ કરાયેલ બાળકને હેમખેમ છોડાવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1