Aapnu Gujarat
ગુજરાત

કારમાં તમામે સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો પોલીસ રોકશે

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની ૩ દિવસ માટે સીટબેલ્ટ પહેરવા અંગે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવનો હેતુ કારમાં બેઠેલા તમામ વ્યક્તિઓને ફરજીયાત સીટ બેલ્ટ પહેરવા અંગે જાગૃતિ આવે તે માટેનો હશે.
પોલીસ અધિકારીનું કહેવું છે કે, દંડની વસૂલાત માટે હાલ કોઈ સૂચના નથી પણ પોતાની સુરક્ષા એ વાહન ચાલકની જવાબદારી હોવાથી ત્રણ દિવસની ઝૂંબેશમાં માત્ર સમજાવટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મોત થતાં શહેર પોલીસે આ બીડું ઝડપ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું પ્રાથમિક તપાસમાં પોલીસ અકસ્માતનું કારણ ઓવરસ્પીડ અને રોંગ સાઇડથી ઓવરટેક હોવાનું માની રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પાછળ બેસેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ ન હોતો બાંધ્યો. કેન્દ્રીય મોટર વાહન નિયમ (૧૯૮૯)ની કલમ ૧૩૮(૩) અનુસાર કારમાં સીટ બેલ્ટ આપવામાં આવી છે અને તે દરેક કાર ચાલકે ખાસ કરીને આગળની સીટ પર બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ લગાડવો જરૂરી છે. સાથે જ ૫ સીટર કારમાં પાછળ બેસતા લોકોને સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. તો ૭ સીટર કારમાં પાછળ બેઠલા યાત્રિકોના ફેસ સામે બાજુ છે, તેમાં કાર ચાલતી હોય ત્યારે બેલ્ટ લગાડવો જરૂરી છે.

Related posts

અમદાવાદના આંગણે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી

aapnugujarat

તક્ષશિલા અગ્નિકાંડ મામલે ઉપવાસ યોજે તે પૂર્વે હાર્દિકને સુરત પોલીસે અટકાવી દીધો

aapnugujarat

નશામાં ઇવીએમ રૂમમાં ધમાલ કરનારા કોન્સ્ટેબલની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1