Aapnu Gujarat
ગુજરાત

નશામાં ઇવીએમ રૂમમાં ધમાલ કરનારા કોન્સ્ટેબલની ધરપકડ

એલિસબ્રિજ પોલીસ લાઈનમાં રહેતા અને શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ગઈકાલે રાતે એલિસબ્રિજ લાઈન પાસે આવેલા ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં ધમાલ મચાવતાં મામલો નવરંગપુરા પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસને જ પોલીસ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી દારૂ પીને ધમાલ કરનારા કોન્સ્ટેબલની ધરપકડ કરવાની ફરજ પડી હતી. આ બનાવને પગલે પોલીસ તંત્રના ખાસ કરીને કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ વર્તુળમાં ભારે ચકચાર જગાવી હતી. આ અંગેની વિગત એવી છે કે લખુડી તળાવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ જાદવ અમદાવાદ હોમગાર્ડમાં ફરજ બજાવે છે. ગઈકાલે રાતે અન્ય હોમગાર્ડ જવાનોની સાથે ધર્મેન્દ્રભાઈ એલિસબ્રિજ લાઈન પાસે આવેલા ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં ફરજ પર હાજર હતા. એક વ્યક્તિ રાતે પોણા બે વાગ્યાની આસપાસ ઈવીએમ સ્ટ્રોંગરૂમ કમ્પાઉન્ડમાં લવારી કરતી કરતી આવી હતી. દરવાજાને લાત મારીને કમ્પાઉન્ડમાં પડેલી રિક્ષા હલાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તાત્કાલિક ધર્મેન્દ્રભાઈ અને અન્ય હોમગાર્ડ ત્યાં દોડી ગયા હતા. તેઓએ આ શખ્સને તેવું ન કરવા જણાવતાં તેણે બીભત્સ વર્તન અને બોલાચાલી કરી હતી. લથડિયાં ખાતા શખ્સને પૂછતાં ‘ હું પોલીસમાં છું’ તેમ કહી ગાળાગાળી કરી હતી. દારૂ પીધેલી હાલતમાં કોન્સ્ટેબલે લવારી કરી ઝપાઝપી અને મારામારી કરી હતી. ધર્મેન્દ્રભાઈએ પોલીસને જાણ કરતાં નવરંગપુરા પોલીસે ત્યાં પહોંચી જઇ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ રાઠોડ (રહે,એલિસબ્રિજ પોલીસ લાઈન)ની ધરપકડ કરી હતી.

Related posts

રાજ્યમાં વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવા નિર્ણય

aapnugujarat

લાલિયાદ ખાતે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

editor

હિન્દુ યુવા સંગઠન ભારત સાબરકાંઠા જીલ્લાની કારોબારી મિટિંગ યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1