Aapnu Gujarat
ગુજરાત

બિભત્સ વીડિયો અને ફોટા વાયરલ કરનારની ધરપકડ

રાજસ્થાનની એક પરિણીત યુવતીએ બીભત્સ વીડિયો અને ન્યૂડ ફોટોગ્રાફ્‌સ સોશિયલ મીડિયા પર વાઈરલ કરીને બદનામ કરવા બદલ પોતાના પૂર્વ મંગેતર યુવક વિરૂધ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. યુવતીએ પૂર્વ મંગેતર યુવક સાથે સગાઇ તોડ્‌યા બાદ અન્ય યુવક સાથે લગ્ન કરી દેતાં તેના વીડિયો વાઈરલ કરાયો હતો. આ વીડિયો અને ફોટોગ્રાફ્‌સ યુવતીના પતિને મળતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને યુવતીએ પૂર્વ મંગેતર યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. શહેરના એસજી હાઇવે પર રહેતી અને મૂળ રાજસ્થાનની રીટા (નામ બદલેલ છે)એ મુંબઇમાં રહેતા અજય નામના યુવક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે રીટાની અજય સાથે સગાઇ થઇ હતી. સગાઇ બાદ અજયે રીટાના ન્યૂડ ફોટોગ્રાફ્‌સ અને બીભત્સ ક્લિપ પોતાના મોબાઇલમાં ઉતારી લીધી હતી. કોઇ કારણસર અજય અને રીટાની સગાઇ તૂટી ગઇ હતી અને બન્ને અલગ અલગ થઇ ગયાં હતાં. આઠ મહિના પહેલાં રીટાનાં એક સોફ્‌ટવેર એન્જિનિયર સાથે લગ્ન થયાં હતાં અને અમદાવાદ રહેવા માટે આવી ગઇ હતી ત્યારે એક મહિના પહેલાં અજયનાં પણ અન્ય યુવતી સાથે લગ્ન થઇ ગયાં હતાં. રીટા હાલ ગર્ભવતી છે તેવી સ્થિતિમાં અજયે તેને બદનામ કરવા માટે રીટાના બીભત્સ વીડિયો અને ફોટોગ્રાફ્‌સ સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધા હતા. રીટાએ સગાઇ તોડી તેનો બદલો લેવા માટે અજયે આ કરતૂત કર્યું હતું. અજયે સોશિયલ મીડિયામાં ફરતા કરેલા વીડિયો અને ફોટોગ્રાફ્‌સ રીટાના પતિ પાસે પહોંચ્યા હતા. જેને પગલે ગઇકાલે રીટાએ સાયબર ક્રાઇમમાં અજય વિરુદ્ધમાં ફરિયાદ કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

एमडी ड्रग्स के साथ गिरफ्तार सहेजाद बड़ा ड्रग्स सप्लायर

aapnugujarat

ગુજરાત બજેટ : સરદાર સરોવર યોજના માટે ફરીવાર કરોડોની ફાળવણી

aapnugujarat

ચૂંટણીને લઇ મહિલા કોંગ્રેસ દાવેદારી નોંધાવવા સક્રિય છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1