Aapnu Gujarat
ગુજરાત

મહેસાણામાં પરિચિતોએ પૈસા પરત ન કરતાં યુવકે ગળે ફાંસો ખાધો

મહેસાણા શહેરમાં શેર ટ્રેડિંગનો વેપાર કરતા સામેત્રા ગામના યુવાને પોતાના પરિચિતોને આપેલા રૂ.૪૦.૫૦ લાખ પરત નહીં આપતાં ૪ શખ્સોના ત્રાસથી દુકાનમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસે પાટણ અને પાલનપુરના ૪ શખ્સો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં આરોપી પાલનપુરના ભાવેશ ચૌધરી અને પાર્થ ભાવેશભાઈ ચૌધરીની ધરપકડ કરી છે. મહેસાણા તાલુકાના સામેત્રા ગામના ભગવાનભાઈ રામજીભાઈ પ્રજાપતિનો દીકરો ઉમંગ મહેસાણા મોઢેરા ચોકડી નજીક સોમેશ્વર મોલમાં દુકાન ભાડે રાખી શેરબજારના ટ્રેડિંગનો વેપાર કરતો હતો. ઉમંગભાઈએ તેના પરિચિત પાલનપુરના સુરેશ ઠક્કરને રૂ.૮.૩૦ લાખ ચેકથી અને બીજા રોકડા મળી કુલ રૂ.૧૮ લાખ આપ્યા હતા. તેમજ ભાવેશ ચૌધરી અને તેના દીકરા પાર્થને ઉમંગે તેની પાલનપુર ખાતેની રિયલ પેપરીકા નામની રેસ્ટોરન્ટ વેચાણથી આપી હોય તેના રૂ.૨.૫૦ લાખ બંને પાસેથી લેવાના હતા. જ્યારે પાટણના જીતેન્દ્ર સોલંકી જે.કે. નામના વ્યક્તિને પણ ઉમંગે રૂ.૨૦ લાખ આપ્યા હતા. જે તેણે ડ્રીમ ટ્રેડિંગ નામે કંપની ખોલી ફ્રોડ કરી પૈસા આપતો નહોતો. આમ, પોતાના લેવાના નીકળતા રૂ.૪૦.૫૦ લાખ રૂપિયા પાટણ અને પાલનપુરના આ ૪ શખ્સો વાયદા બતાવીને આપતા ન હતા. આથી ઉમંગે ગત ૪ સપ્ટેમ્બરે ભાડે રાખેલી દુકાનમાં પોતાના રૂપિયા પરત ના આપતાં આ ૪ શખ્સોના ત્રાસથી ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે ભગવાનભાઈ પ્રજાપતિએ તેમના પુત્ર ઉમંગે લેવાનાં નાણાંની વારંવાર ઉઘરાણી કરવા છતાં લેણી રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરી આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર ૪ શખ્સો સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પાલનપુરના બે શખ્સોની ધરપકડ કરી છે. ૪ સપ્ટેમ્બરે આત્મહત્યા કરનાર ઉમંગે પોતાના અપમૃત્યુ પાછળ જવાબદાર ચારેય શખ્સોનું નામ અને કારણ સાથેની સ્યુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી હતી. જેને પોલીસે એફએસએલમાં મોકલતાં ઉમંગે જ સ્યુસાઇડ નોટ લખી હોવાનું સાબિત થતાં તેને આધારે પોલીસે મંગળવારે ચારેય શખ્સો સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે.

Related posts

મહિલા સશક્તિકરણની શરૂઆત દેશભરમાં સૌ પ્રથમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે : શ્રી જીતુભાઈ વાઘાણી

aapnugujarat

कांग्रेस पार्टी आर्मी चीफ को सड़क का गुंड़ा कह चुकी है : केन्द्रीय मंत्री सीतारामन

aapnugujarat

વિજાપુર ડૉ. આંબેડકર સ્મારક સમિતિ દ્વારા આવેદનપત્ર સોંપાયું

editor

Leave a Comment

UA-96247877-1