Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજ્યસભામાં ભાજપ હવે સૌથી મોટી પાર્ટી બની

ભારતીય જનતા પાર્ટી રાજ્યસભામાં કોંગ્રેસને સીટોના મામલ પાછળ છોડીને હવે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી ચુકી છે. રાજયસભામાં પણ ભાજપના હવે ૫૮ સભ્યો થઇ ગયા છે. જ્યારે કોંગ્રેસના સભ્યોની સંખ્યા ૫૭ રહી છે. મધ્યપ્રદેશમાં થયેલી પેટાચૂંટણી બાદ રાજ્યસભા માં નિમાયેલા ભાજપના સાંસદ સમ્પતિયા ઉઇકે એ ગુરૂવારના દિવસ શપથ લીધા હતા. કેન્દ્રિય પ્રધાન અનિલ માધવ દવેના નિધન બાદ આ સીટ ચૂંટણી યોજવાની ફરજ પડી હતી. ઉઇકેની ચૂંટણી બિનહરિફ થઇ હતી. નરેન્દ્ર મોદી સરકાર મે ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદ આ પ્રથમ વખત આવ્યુ બન્યુ છે જ્યારે રાજ્યસભામાં ભગવા પાર્ટીના સભ્યોની સંખ્યા સૌથી વધારે થઇ છે. ભાજપના નેતૃત્વમાં એનડીએની પાસે અલબત્ત હજુ પણ રાજ્યસભામાં નિર્ણાયક બહુમતિ નથી. પરંતુ જેડીયુની સાથે આવ્યા બાદ તેની તાકાત ચોક્કસપણે વધી છે. બહુમતિના આંકડા સુધી પહોંચવા માટે ભાજપને હવે ૨૦૧૮ સુધી રાહ જોવી પડશે. એ વખતે ઉત્તરપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં રાજ્યસભા માટે ચૂંટણી યોજાનાર છે. મંગળવારના દિવસે નવ સીટ માટે ચૂંટણી યોજાનાર છે. જે પૈકી છ સીટ પશ્ચિમ બંગાળની અને ત્રણ સીટ ગુજરાતની છે. જો કે આના કારણે ભાજપની લીડ પર કોઇ અસર થશે નહી. કારણ કે ભાજપે ગુજરાતની બે સીટ પર જીત મેળવી લેવા માટે પહેલાથી જ તૈયારી છે. કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલન રોકીને ભાજપ ત્રીજી સીટ પણ જીતવા માટેના પ્રયાસમાં છે. બંગાળમાં કોંગ્રેસના બે સભ્યોની અવધિ પૂર્ણ થઇ રહી છે. પરંતુ પાર્ટી અહીં માત્ર એક જીત જીતી જવાની સ્થિતીમાં દેખાઇ રહી છે. તૃણમુળે પોતાના પાંચ સભ્યોને રાજ્યસભામાં મોકલી દેવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ પાર્ટી વર્ષ ૨૦૧૮ સુધી સૌથી મોટી પાર્ટી તરીકે રહી હોત. પરંતુ તેના બે સભ્યોના મૃત્યુ બાદ આ વર્ષે તેના સભ્યોની સંખ્યા ઘટી ગઇ છે. કેન્દ્રિય પ્રધાન અનિલ માધવ દવેનુ હાલમાં અવસાન થયુ હતુ.

Related posts

ભાજપ સત્તામાં રહે કે ના રહે,કાશ્મીરને ભારતથી અલગ નહિ થવા દઇએ : અમિત શાહ

aapnugujarat

Telangana state govt asks all dept to be alert for ongoing heatwave and monsoon in June

aapnugujarat

પ્રવાસ ક્ષેત્રે રોજગારીની ૧૦ કરોડ તકો ઉભી કરવા માટે મોદી તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1