Aapnu Gujarat
બિઝનેસ

ડોકલામ ઇફેક્ટ : ચીનની રાખડી બજારોમાં દેખાતી નથી

દેશના જુદા જુદા માર્કેટમાં હવે ચીનની બનાવટની ચીજો ઓછી થઇ રહી છે. ભારત અને ચીન વચ્ચે ડોકલામને લઇને મડાગાંઠની સ્થિતી છે ત્યારે ચીની બનાવટની રાખડી પણ હવે બજારમાં દેખાતી નથી. રાખીની ચીજવસ્તુઓ વેચનાર વેપારીઓનુ કહેવુ છે કે માર્કેટમાં ચીનની પેદાશોની માંગમાં ઉલ્લેખનીય ઘટાડો થઇ ચુક્યો છે. વેપારી લોકો માની રહ્યા છે કે દેશમાં હાલમાં પ્રવર્તી રહેલી જનભાવના અને દેશભક્તિની ભાવનાના કારણે આ અસર જોવા મળી રહી છે. ચીની રાખડીના માર્કેટમાં આ વખતે પ્રભુત્વ દેખાઇ રહ્યુ નથી. ભારતમાં બનેલી રાખડીથી આ વખતે બજારો સજેલા છે. સ્થાનિક વેપારીઓને આ વખતે મોટી રાહત થઇ શકે છે. રક્ષા બંધન પર્વની દેશભરમાં સાતમી ઓગષ્ટના દિવસે ઉજવણી કરવામાં આવનાર છે. આવી સ્થિતીમાં ચીની બનાવટની રાખડી આ વખતે નહીવત હોવાની બાબત ભારતીય કારોબારીઓ માટે સારા સમાચાર તરીકે છે. ડોકલામ મામલે ભારત અને ચીન વચ્ચ છેલ્લા દોઢ મહિનાથી મતભેદની સ્થિતી છે. ભારત અને ચીની સેના પોત પોતાના વલણ પર મક્કમ હોવાના કારણે સરહદી વિવાદનો ઉકેલ આવી રહ્યો નથી. રાખીની ચીજવસ્તુઓમાં આ વખતે ચીની વસ્તુઓ નજરે પડી રહી નથી. આવી સ્થિતીમાં આની પણ ચર્ચા જોવા મળી રહી છે.
કેટલીક ભાવના લોકોની પણ છે. તઓ આ વખતે નારાજગી વ્યક્ત કરીને ચીની વસ્તુઓનો હાલમાં બહિષ્કાર કરી રહ્યા છે. ગઇકાલે ગુરૂવારના દિવસે જ સરકારે કહ્યુ હતુ કે સરહદી વિવાદન વાતચીત મારફતે ઉકેલી દેવામાં આવશે. યુદ્ધ કોઇ પણ સમસ્યાનો ઉકેલ નથી. ભારત તરફથી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ અંગેની પ્રતિક્રિયા રાજ્યસભામાં વિદેશ નીતી પર ચર્ચા વેળા જવાબ આપતી વેળા આપી હતી.

Related posts

બીજી બેંકોને ૧૧૩૦૦ કરોડ ચુકવવા પીએનબીને આદેશ

aapnugujarat

મોટી કંપનીઓમાં નવા જોબ ઉમેરાયા : અહેવાલ

aapnugujarat

भारतीय स्टेट बैंक को उम्मीद से कम मुनाफा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1