Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રવાસ ક્ષેત્રે રોજગારીની ૧૦ કરોડ તકો ઉભી કરવા માટે મોદી તૈયાર

કેન્દ્ર સરકાર પ્રવાસના ક્ષેત્રમાં ૬૫૦૦ કરોડ રૂપિયાની એફડીઆઈ લાવવાની યોજના ધરાવે છે. આના પર કામ પૂર્ણ થઇ ગયુ છે. સરકારની યોજનમા પ્રવાસમાં એફડીઆઇ મારફતે આગામી પાંચ વર્ષના ગાળામાં ૧૦ કરોડ લોકોને રોજગારી આપવા માટે ઇચ્છુક છે. પ્રવાસ પ્રધાન કે અલ્ફોન્સે આ અંગે માહિતી આપતા કહ્યુ છે કે તમામ તૈયારી કરી લેવામાંઆવી છે. તેમણે કહ્યુ હતુ કે પ્રવાસ ઇન્ડસ્ટ્રીઝ અર્થવ્યવસ્થા સાથે સીધી રીતે સંબંધ ધરાવે છે. અમે દુનિયાની કેટલીક ટોપ કંપનીઓને આ સેક્ટરમાં સ્થિતી સારી અને મજબુત કરવા માટે વાત કરી રહ્યા છીએ. અલ્ફોન્સે કહ્યુ હતુ કે રોજગારીની વધુને વધુ તક ઉભી કરવાના યુદ્ધના ધોરણે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અલ્ફોન્સે સીઇઓ કોન્ક્લેવમાં આ મુજબની વાત કરી હતી. આ કોન્ક્લેવ આવતીકાલે ૨૫મી ઓક્ટોબર સુધી ચાલનાર છે. પ્રવાસ મંત્રાલય હોટેલ ઇન્ડસ્ટ્રીઝના પાંચ સ્ટાર હોટેલના જીએસટીના રેટને ૪-૫ ટકા સુધી ઘટાડી દેવાની માંગ કરવા પણ વિચારી રહી છે. આ ઉપરાંત નેશનલ ટ્યુરિઝમ ઓથોરિટી બનાવવાની માંગ પર સરકાર વિચારણા કરી રહી છે. આ પ્રવાસ સાથે સંબંધિત ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા સમાન રહેશે. ઓથોરિટીની કામગીરીને અસરકારક બનાવવા પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. કેન્દ્ર સરકારની હાલમાં રોજગારીને લઇને ચારેબાજુ ટિકા થઇ રહી છે. આવી સ્થિતીમાં સરકાર હવે રોજગારીના ચિત્રને ગુલાબી બનાવી દેવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મોદી સરકાર રોજગારીને લઇને માત્ર પ્રવાસ ક્ષેત્રે જ નહીં બલ્કે જુદા જુદા ક્ષેત્રોમાં આગળ વધવા માંગે છે જેમાં ટેલિકોમ, મેન્યુફેક્ચરિંગ જેવા સેક્ટરનો સમાવેશ થાય છે. આ તમામ સેક્ટરનો ઉપયોગ કરીને રોજગારીની શક્ય તેટલી વધુ તકો ઉભી કરવાના પ્રયાસ શરૂ થઇ ચુક્યા છે. ટેલિકોમ સેક્ટર દ્વારા સૌથી પહેલા પોતાની રુપરેખા રજૂ કરી દેવામાં આવી છે. ટ્યુરિઝમ સેક્ટરમાં આગામી પાંચ વર્ષમાં ૧૦ કરોડ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. નેશનલ ટ્યુરિઝમ ઓથોરિટી પણ બનાવવામાં આવનાર છે જે વિવિધ પાસાઓ ઉપર વિચારણા કરીને રોજગારી કઇ રીતે વધી શકે તેના ઉપર ધ્યાન આપશે. ટ્યુરિઝમ સેક્ટરને મોદી પોતે પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ટ્યુરિઝમ સેક્ટરને આગામી દિવસોમાં વધુ મહત્વ મળી શકે છે. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યો ટ્યુરિઝમની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં આ રાજ્યોને વધુ મહત્વ આપવાની પણ હિલચાલ દેખાઈ રહી છે.

Related posts

अमृतसर हादसे के लिए ट्रैक पर खड़े लोग हीं जिम्मेदार : रिपोट

aapnugujarat

बाबरी मस्जिद केस : आडवाणी-जोशी समेत 32 आरोपी बरी

editor

યુપીએએ રાફેલ સોદાને તોડી નાખ્યો હતો જ્યારે તેમને ખબર પડી કે તેઓ તેનાથી પૈસા કમાવી શકશે નહીં…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1