Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ સત્તામાં રહે કે ના રહે,કાશ્મીરને ભારતથી અલગ નહિ થવા દઇએ : અમિત શાહ

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારનાં રોજ કહ્યું કે, “ભાજપ સત્તામાં રહે કે ના રહે, પરંતુ જ્યાં સુધી પાર્ટીનો એક પણ કાર્યકર્તા છે, ત્યાં સુધી કાશ્મીરને ભારતથી અલગ કરી શકાશે નહીં.” શાહે વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરતા કહ્યું કે, “કૉંગ્રેસનાં સાથી અને નેશનલ કૉન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે અમે કાશ્મીરની અંદર બીજો પ્રધાનમંત્રી ઇચ્છીએ છીએ. હું રાહુલ ગાંધીને પુછી રહ્યો છું કે ઉમર અબ્દુલ્લાનાં બે પ્રધાનમંત્રીવાળા નિવેદન પર તમે પોતાનું વલણ સ્પષ્ટ કરે, પરંતુ રાહુલ બાબા કંઇપણ બોલી રહ્યા નથી.
ભાજપા અધ્યક્ષે કહ્યું કે, “રાહુલ બાબા, સાંભળી લો. અત્યારે મોદીજીની સરકાર છે, ફરી મોદીજીની જ સરકાર આવવાની છે, પરંતુ જો અમે સત્તામાં ના પણ આવ્યા, તેવી સ્થિતિમાં જ્યાં સુધી ભાજપનાં એકપણ કાર્યકર્તાનાં શરીરમાં પ્રાણ છે, ત્યાં સુધી કાશ્મીરને હિન્દુસ્તાનથી કોઇપણ અલગ નહીં કરી શકે. કાશ્મીર હિન્દુસ્તાનનો અભિન્ન ભાગ છે. જો કોઇ કહે છે કે તેને અમે દેશથી અલગ કરીશું તો દેશની જનતા તે સહન નહીં કરે.
શાહે કહ્યું કે, “મોદી સરકારે દેશને સુરક્ષિત કર્યો છે. ગત દિવસોમાં આતંકી હુમલામાં આપણા ૪૦ જવાનો શહીદ થયા. દેશમાં ગુસ્સો હતો, પરંતુ આ નરેન્દ્ર મોદીની સરકાર હતી, મૌની બાબા મનમોહન સિંહની સરકાર નહોતી. જવાનોની તેરમીનાં દિવસે જ આપણી વાયુસેનાએ પાકિસ્તાનનાં બાલાકોટમાં ઘુસીને આતંકવાદીઓનો અડ્ડો ઉડાવી દીધો.
તેમણે કહ્યું કે, “એર સ્ટ્રાઇક થવા પર દેશમાં ખુશીનો માહોલ હતો, પરંતુ બે જગ્યાએ માતમ હતો. એક પાકિસ્તાનમાં, કેમકે ત્યાં થવો જ જોઇ તો હતો અને બીજો રાહુલ બાબા એન્ડ કંપનીનાં કાર્યાલયમાં.

Related posts

मोदी कैबिनेट का बड़ा फैसला, शहीदों के बच्चों की बढ़ाई स्कॉलरशिप

aapnugujarat

સાયબર હુમલાનો સામનો કરવા માટેની ખાસ તૈયારી : સેના સહિત અનેક એજન્સીઓની સંયુક્ત કવાયત

aapnugujarat

थक हार चुके हैं नीतीश जी, बस कुर्सी से चिपके रहने की है लालसा : तेजस्वी

editor

Leave a Comment

UA-96247877-1