Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઑગસ્ટા વેસ્ટલેન્ડ કેસ : ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી કોર્ટે ફગાવી

ઇડી અને સીબીઆઇની માગને ધ્યાનમાં રાખતા વિશેષ અદાલતે ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી ફગાવી દીધી છે. મિશેલે બુધવારે ગુડફ્રાઈડ અને ઇસ્ટર મનાવવા માટે સાત દિવસના ઇન્ટરિમ જામીનની અરજી કરી હતી. આ વખતે તપાસ એજન્સીઓએ ગુરૂવારે કોર્ટને કહ્યું કે મિશેલ કસ્ટડીમાં પણ ઇસ્ટર મનાવી શકે છે. જો તે બહાર જઈને કોઈ નિવેદન આપે છે તો તપાસને અસર થઈ શકે છે. મિશેલ પર વીવીઆઈપી હેલિકોપ્ટરની ડીલમાં ૨૨૫ કરોડ રૂપિયાની દલાલી લેવાનો આરોપ છે.
મિશેલે ૧૭ એપ્રિલે જ કોર્ટમાં સાત દિવસના ઇન્ટરિમ જામીનની અરજી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું કે મિશેલ પરિવારની સાથે ગુડ ફ્રાઈડે અને ઇસ્ટરની ઉજવણી કરવા માગે છે.
તપાસ એજન્સી (ઈડી અને સીબીઆઈ) તરફથી વિશેષ પબ્લિક પ્રોસિક્યૂટર ડીપી સિંહે દલીલ કરી જ્યારે વીકલ વિષ્ણુ શંકરે મિશેલનો પક્ષ રાખ્યો. ડીપી સિંહે કહ્યું, “ભારત તહેવારોનો દેશ છે. દરેક કેદીને પોતાના ધર્મમાં આસ્થા છે. અમે તેને માત્ર તહેવાર મનાવવા માટે જેલની બહાર જવાની મંજૂરી ન આપી શકીએ.
ઈડીએ કહ્યું કે, “એવો કોઈ આધાર નથી જેના પર આવેદકને જામીન આપી શકાય.” વિષ્ણુ શંકરે કહ્યું, “ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એવામાં પુરાવાઓની સાથે છેડછાડ કરવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો.” વકીલે કહ્યું કે, “એજન્સીએ ગત વર્ષે ક્રિસમસ દરમિયાન મિશેલની પૂછપરછ કરી હતી. ત્યારે પણ તેને તપાસમાં પૂરો સહયોગ આપ્યો હતો.

Related posts

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ભારત ભક્તિ અખાડો બનાવ્યો

aapnugujarat

નોટબંધી ભારે પડશે તેમ મોદી સરકારને કહ્યું હતું : રઘુરામ રાજન

aapnugujarat

पटना रैली : पान खाने के लिए गाड़ी रोकते थे तो इतनी भीड़ हो जाती थी : लालू का तंज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1