Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુપીમાં જૈશ આતંકી મોહમ્મદ નદીમની ધરપકડ

સહારનપુરમાંથી જૈશ-એ-મોહમ્મદ ના કથિત આતંકવાદી મોહમ્મદ નદીમની ધરપકડના કેટલાક દિવસો બાદ ઉત્તર પ્રદેશ પોલીસે તેના સહયોગી હબીબુલ ઈસ્લામ સૈફુલ્લાહની ધરપકડ કરી છે. નદીમની ૭૫માં સ્વતંત્રતા દિવસ પહેલા ૧૨ ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. તે પાકિસ્તાની આતંકવાદીઓના સંપર્કમાં હતો. તેની પૂછપરછ કર્યા પછી જ પોલીસને હબીબુલ વિશે કડીઓ મળી હતી. હબીબુલ બિહારના મોતિહારીનો રહેવાસી હતો. સૂત્રોએ જણાવ્યું કે તે આત્મઘાતી બોમ્બરોની કેડર બનાવવા માંગતો હતો. તે ઓનલાઈન મીડિયા દ્વારા નદીમના સંપર્કમાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે હબીબુલ ચાલી રહેલા આતંકવાદી કાવતરામાં જોડાયેલો હતો અને તેના પાકિસ્તાન સ્થિત આકાઓની સૂચનાઓ પર આતંકી હુમલા માટે તૈયાર કરી હતી. હબીબુલ ખૂબ જ કટ્ટરપંથી હતો અને જેહાદી વીડિયો ફરતા કરવામાં સામેલ હતો. તે અગાઉ ભરૂચની એક મદરેસામાં કામ કરતો હતો, પરંતુ તેને પરત મોકલી દેવામાં આવ્યો હતો. હાલમાં જ તેણે ૧૦ લોકોને આત્મઘાતી બોમ્બર બનવા માટે તેમને સમજાવવા માટે એક વીડિયો મોકલ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે તેનો મુખ્ય ટાર્ગેટ તેના મિશન માટે ૨૦ વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓની ભરતી કરવાનો હતો તેમજ તે લોકો કે જેઓ તેમના ભરૂચ કનેક્શનને કારણે નિયમિતપણે ગુજરાતની મુલાકાત લેતા હતા. તે સોશિયલ મીડિયા પર જૈશ-એ-મોહમ્મદ નેતાઓના સંપર્કમાં હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે તે આત્મઘાતી હુમલા જેવું કંઈક “મોટું” કરવા માંગતો હતો અને યુવાનોને તેને અંજામ આપવા માટે તાલીમ આપતો હતો. તેનો રોલ મોડલ જૈશ આતંકી સૈફુલ્લાહ હતો. હબીબુલે વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને તેના હેન્ડલર્સ માટે ઘણા ટેલિગ્રામ આઈડી બનાવ્યા હતા. નદીમે તેને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના લોકો સાથે પરિચય કરાવ્યો હતો. હબીબુલે હથિયારોની તાલીમ માટે અફઘાનિસ્તાન જવાની પણ યોજના બનાવી હતી. એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતુ કે, કેવી રીતે ફૈસુલ્લા જેને પાક તાલિબાનનો કમાન્ડર હોવાનો દાવો કર્યો હતો, જે તહેરીક-એ-તાલિબાન નામથી પણ ઓળખવામાં આવે છે, તેને નદીમને ભારતમાં હથિયારો અને બંદૂકોની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. સુત્રો અનુસાર નદીમને કહેવામાં આવ્યું હતુ કે, તેઓ પોતે જ ફંડની વ્યવસ્થા કરે અને પાછળથી તેને પૈસા મોકલી દેવામાં આવશે.

Related posts

થાકેલા, હારેલા પહેલવાનો અખાડામાં ઉતર્યા : ભાજપ

aapnugujarat

NRC मसौदे में छूटे लोगों के प्रति मेरी सहानुभूति : ममता

aapnugujarat

શશી થરૂર- અશોક ગહેલાત કોંગ્રેસ પ્રમુખની રેસમાં, રાહુલના નામને લઈ અવઢવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1