Aapnu Gujarat
બ્લોગ

વિશ્વના કોઈ દેશ કરતા ભારતમાં મહિલા પાયલટની સંખ્યા વધુ

૨૬ ઓગસ્ટના રોજ મહિલા સમાનતા દિવસ છે. વર્ષ ૧૯૨૦માં આ દિવસે સંયુક્ત રાજ્ય અમેરિકાના બંધારણમાં ૧૯માં સુધારો સ્વીકારવામાં આવ્યો હતો. આ દિવસ મહિલાઓ અને પુરુષોને એકસમાન માનવા તરફનું પ્રથમ પગલું હતું. જે રોજગાર અને શિક્ષણ ક્ષેત્રમાં મહિલાઓના સમાન અધિકાર અપાવવા માટેની અપીલ કરે છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં મહિલાઓના મતાધિકાર માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. અમેરિકામાં ૧૮૩૦ના દાયકામાં મોટાભાગના રાજ્યોમાં માત્ર અમીર શ્વેત પુરુષો માટે જ મતદાતા અધિકાર હતો. આ દરમિયાન ગુલામી, સંયમ આંદોલન, નૈતિક આંદોલન અનેક નાગરિક અધિકાર આંદોલન જેવા આંદોલન દેશભરમાં ચાલી રહ્યા હતા. મહિલાઓએ પણ આ આંદોલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. વર્ષ ૧૮૯૦ના દાયકા દરમિયાન, નેશનલ અમેરિકન વુમન સફરેજ (મતાધિકાર) એસોસિએશનની શરૂઆત કરવામાં આવી હતી. એલિઝાબેથ કેડી સ્ટેન્ટોને તેની અધ્યક્ષતા કરી હતી. દાયકાના અંત પહેલા ઇડાહો અને યૂટાએ મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો. બાદમાં આવી લોકજાગૃતિ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે. જેના કારણે આજ સુધીમાં મહિલાઓની સ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આજના સમયમાં વૈશ્વિક સ્તરે એવિએશન ઈન્ડસ્ટ્રીમાં ભારતીય મહિલાઓએ કેવી ભૂમિકા ભજવી છે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. ૩૩ વર્ષ પહેલા વર્ષ ૧૯૮૯માં નિવેદિતા ભસીન પહેલી વાર સૌથી નાની ઉંમરની કોમર્શિયલ એરલાઈન્સની પાયલોટ બની હતી. તે સમયે એવી પરિસ્થિતિ હતી કે, અન્ય ચાલક દળ મહિલા પાયલોટને ટૂંક સમયમાં કોકપિટમાં બોલાવી લેતા હતા. જેથી વિમાન ઉડાવતી મહિલાને જોઈએ તેમને તકલીફ ના થાય. આ ઘટનાને ત્રણ દાયકા એટલે કે, ૩૦થી વધુ વર્ષ થઈ ગયા છે. ભારતમાં મહિલા પાયલોટને જોવી કોઈ નવી વાત નથી. વૈશ્વિક સ્તરે ભારતમાં સૌથી વધુ મહિલા પાયલોટ છે. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ વુમન એરલાઈન પાયલોટ અનુસાર ભારતમાં ૧૨.૪ ટકા મહિલા પાયલોટ છે. અમેરિકામાં ૫.૫ ટકા મહિલા પાયલોટ છે, જે દુનિયાનું સૌથી મોટું એવિએશન માર્કેટ છે. બ્રિટનમાં ૪.૭ ટકા મહિલા પાયલોટ છે. આ પરિસ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે, જે દેશ લૈંગિક સમાનતામાં ૧૪૬ દેશોમાં ૧૩૫માં સ્થાન પર હોય, ત્યાં એવિએશન ઈન્ડસ્ટ્રી કેવી રીતે બદલાઈ રહી છે? નિવેદિતા ભસીન આ સવાલના જવાબમાં જણાવે છે કે, ભારતીય મહિલાઓને એવિએશન ઈન્ડસ્ટ્રીમાં આઉટરિચ કાર્યક્રમથી લઈને કોર્પોરેટ નીતિ અને મજબૂત પારિવારિક સમર્થન જેવા અનેક પરિબળોથી પ્રોત્સાહન મળે છે. અનેક મહિલાઓ નેશનલ કેડેટ કોર્પ્સ એરવિંગથી ઉડાન તરફ આકર્ષિત થાય છે. વર્ષ ૧૯૪૮માં બનેલ એન.સી.સી યૂથ પ્રોગ્રામ છે, જ્યાં વિદ્યાર્થીઓને એરક્રાફ્ટ ઓપરેટ કરતા શીખવાડવામાં આવે છે. જેનાથી મહિલાઓ સરળતાથી કોમર્શિયલ પાયલોટની ટ્રેનિંગ મેળવી શકે છે. રાજ્ય સરકાર સબસિડી પણ આપી રહી છે. હોન્ડા મોટર જેવી કંપનીઓ ઈન્ડિયન ફ્લાઈંગ સ્કૂલમાં મહિલાઓને ૧૮ મહિનાના કાર્યક્રમની ફુલ સ્કોલરશિપ આપે છે. ઉપરાંત તેમને નોકરી મેળવવામાં મદદ પણ કરે છે. ફ્લોરિડામાં રહેતી પ્રોફેસર મિશેલ હોલરન અનુસાર ભારતે દાયકા પહેલા પાયલોટ સહિત જી્‌ઈસ્ (એસ.ટી.ઇ.એમ) પોસ્ટ પર મહિલાઓની ભરતી કરવાની શરૂઆત કરી હતી. અન્ય દેશોમાં આ પ્રકારે કરવામાં આવ્યું નથી. ભારતની વાત કરવામં આવે તો ભારતીય એરફોર્સે વર્ષ ૧૯૯૦ના દાયકાથી મહિલા પાયલોટને હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટમાં ભરતી કરવાની શરૂઆત કરી હતી. ભારતમાં કેટલીક એરલાઈન્સ મહિલાઓની પ્રતિભા બહાર લાવવાની તૈયારીના ભાગરૂપે પોલિસી બનાવી રહી છે. ભારતની સૌથી મોટી પેસેન્જર એરલાઈન ઈન્ડિગો મહિલા પાયલોટને કેટલાક વિશેષ લાભ આપે છે. મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન ફ્લાઈટની ડ્યુટી આપવામાં આવતી નથી. ઉપરાંત કાયદા અનુસાર ૬ મહિનાના પગાર સાથે મેટરનિટી લીવ પણ આપવામાં આવે છે. બાળકોની દેખભાળ માટે ક્રેચ પણ હોય છે. મહિલા પાયલોટ ફ્લેક્સિબલ કોન્ટ્રાક્ટ લઈ શકે છે. જેમાં બાળક ૫ વર્ષનું ના થાય ત્યાં સુધી કેલેન્ડર મહિનામાં ૨ સપ્તાહની રજા આપવામાં આવે છે. ગર્ભવતી મહિલા પાયલોટ અને ક્રેબિન ક્રૂને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડ તથા અન્ય ડ્યુટીનો વિકલ્પ આપવામાં આવે છે. મહિલા ફરી ઉડાન ભરવા તૈયાર ના થાય ત્યાં સુધી તેમને અન્ય ડ્યુટીનો વિકલ્પ આપવામાં આવે છે. ઉપરાંત ૬ મહિનાના પગાર સાથે મેટરનિટી લીવ પણ આપવામાં આવે છે અને ક્રેચની ફી માટે પૈસા પણ આપવામાં આવે છે. અનેક એરલાઈન કંપનીઓ મોડી રાતે ઉડાન ભરતી મહિલા પાયલોટને એક ડ્રાઈવર અને એક ગાર્ડની સુવિધા પણ આપે છે. એક કોમર્શિયલ પાયલોટ હાના ખાન અનુસાર મહિલા પાયલોટના હિતમાં સૌથી જરૂરી બાબત પારિવારિક સમર્થન હોય છે. અન્ય દેશમાં ભારત ભારત જેવી પારિવારિક સંરચના મળવી મુશ્કેલ છે. મહિલા પાયલોટને ભારતમાં પરિવારનો ભરપૂર સાથ અને સમર્થન મળે છે. ભારતીય પરિવરમાં દાદા-દાદી અથવા નાના-નાની બાળકોને મોટા કરવામાં અને ઘર સંભાળવામાં મદદ કરે છે.

Related posts

કોલેજની સ્પર્ધા : રમતના મેદાનમાં સંજયે હારીને પણ હિનાનું દિલ જીતી લીધુ

aapnugujarat

શું તમારા ઘરે પણ RO સિસ્ટમ છે ? આ પાણી પીનારા લોકોમાં જોવા મળે છે વિટામિન B12ની ઉણપ

aapnugujarat

તામિલનાડુને પ્રગતિશીલ રાજ્ય બનાવવામાં કરૂણાનિધિનો ફાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1