Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

થાકેલા, હારેલા પહેલવાનો અખાડામાં ઉતર્યા : ભાજપ

કોલકાતામાં વિપક્ષની પ્રચંડ રેલી આજે યોજાઈ હતી જેમાં મમતા બેનર્જીએ આકરા પ્રહાર કર્યા હતા. બીજી બાજુ વિપક્ષી એકતા પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે જે લોકો નજર મિલાવી શકતા નથી તેવા લોકો પણ હવે એક સાથે આવી ગયા છે. તેમના ભાષણોથી અંદાજ મુકી શકાય છે કે, આ તમામ લોકોનો એકમાત્ર એજન્ડા મોદીને દૂર કરવાનો છે. તેમની પાસે કોઇપણ પ્રકારની ભાવિ યોજના નથી.
દેશમાં લૂંટ ચલાવવાની એકમાત્ર યોજના રહેલી છે. ફરીથી કૌભાંડોનો સિલસિલો શરૂ થાય તેવા ઇરાદા સાથે એકત્રિત થયેલા છે. મમતાના મંચ ઉપર તમામ સભ્યો એક સુરમાં દેખાયા હતા.
મમતા બેનર્જીની રેલીના સંદર્ભમાં ભાગ લેવા પહોંચેલા તમામ નેતાઓ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે ટીએમસીની વિપક્ષી રેલીથી તમામ બાબતો ખુલ્લી પડી ગઈ છે. તેમણે કહ્યું હતું કે, યે સબ થકે હુએ, પિટે હુએ પહેલવાન હે જો અખાડે મેં જાકર ફિર અપની કિસ્મત અજમાના ચાહતે હૈં. કર્ણાટક મેં ગઠબંધનના અનુભવ સબ લોક દેખ ચુકે હૈ.

Related posts

દેશમાં કોરોના સંક્રમિતો બે કરોડને પાર

editor

બાબરી ધ્વંસ કેસમાં અડવાણી, જોશી અને ઉમાને અંગત હાજરીથી મુક્તિ

aapnugujarat

मोदी सरकार के दूसरे कार्यकाल के 100 दिन 7 सितंबर को होंगे पुरे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1