Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બાબરી ધ્વંસ કેસમાં અડવાણી, જોશી અને ઉમાને અંગત હાજરીથી મુક્તિ

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ખાસ સીબીઆઇ અદાલતે સમગ્ર દેશને હચમચાવી મુકનાર બાબરી ધ્વંસ કેસમાં અંગત હાજરીમાંથી ભાજપના વરિષ્ઠ નેતાઓને મુક્તિ આપી દીધી છે. સીબીઆઇ કોર્ટે આ મામલે કાવતરા આક્ષેપોનો સામનો કરનાર એલકે અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીને અંગત હાજરીમાંથી મુક્તિ આપી દીધી છે. ખાસ સીબીઆઇ કોર્ટ દ્વારા ગયા સપ્તાહમાં વર્ષ ૧૯૯૨માં અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવા માટે ઝનુની ટોળાને ઉશ્કેરવામાં ભૂમિકા અદા કરવા બદલ અને તેમની આમાં ભૂમિકા બદલ તેમની સામે ફોજગારી કાવતરા આરોપો ઘડ્યા હતા.ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા બાબરી ધ્વંસ કેસ સાથે સંબંધિત બે જુદા જુદા કેસમાં સુનાવણી ચલાવી રહી છે. અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી ઉપરાંત અન્ય ત્રણ સામે આરોપો ઘડવામાં આવ્યા હતા જેમાં ભાજપના વિનય કટિયાર, વિશ્વ હિન્દુ પરિષદના વિષ્ણુ હરી દાલમિયા, ધાર્મિક ઉપદેશક સાધ્વી રિતંભરાનો સમાવેશ થાય છે. અડવાણી અને ઉમા સહિતાના નેતાઓ સુનાવણી માટે કોર્ટમાં અંગત રીતે હાજર રહ્યા હતા. ભાજપના નેતાઓનો બચાવ કરતા કેન્દ્રિય પ્રધાન વેંકૈયા નાયડુએ કહ્યુ હતુ કે અમારા છ નેતા નિર્દોષ છે. તેઓ કોર્ટમાંથી પણ નિર્દોષ જાહેર થશે. બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં સીબીઆઈની ખાસ અદાલતે ૩૦મી મેના દિવસે ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણી, મુરલી મનોહર જોશી, કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી સહિત ૧૨ આરોપીઓની સામે અપરાધિક કાવતરાના આરોપો ઘડી કાઢ્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્દેશ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્ય ુહતુ આરોપીઓની સામે કલમ ૧૨૦બી હેઠળ અપરાધિક કાવતરાના આરોપ ઘડવા માટે પુરતા પુરાવા છે. આ કેસમાં બે વર્ષની અંદર ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. અદાલતમાં અડવાણી સહિત તમામ આરોપીઓએ પોતાના ઉપર મુકવામાં આવેલા આરોપોને ફગાવી ચુક્યા છે. ૩૦મી મેના દિવસે બાબરી ધ્વંસ પાછળ તેમના કાવતરા બદલ તમામ સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. જો કે, ૫૦૦૦૦ રૂપિયાના પર્સનલ બોન્ડ ઉપર તમામને જામીન આપી દેવામાં આવ્યા હતા.૩૦મીના દિવસે કાર્યવાહી શરૂ થતાની સાથે જ તમામ ૧૨ આરોપીઓના વકીલોએ અડવાણી અને અન્યો તરફથી જામીન અરજી કરી હતી જેને માન્ય રાખવામાં આવી હતી. ડિસેમ્બર ૧૯૯૨માં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં તમામ લોકોના નામનો ઉલ્લેખ હતો.અલગ અલગ એફઆઈઆરમાં તેમનો ઉલ્લેખ છે. જ્યારે મુખ્ય એફઆઇઆર માળખાને તોડી પાડવા બદલ લાખો કારસેવકો સામે નોંધવામાં આવી છે. રાયબરેલીમાં ખાસ અદાલતમાં કેસરિયા નેતાઓ સામે ટ્રાયલ શરૂ થઇ હતી જ્યારે કારસેવકો સામે લખનૌ કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, ૨૦૦૧માં કેસરિયા બ્રિગેડના નેતાઓ સામે આરોપો પડતા મુકવામાં આવ્યા હતા અને અલ્હાબાદ હાઈકોર્ટે ૨૦૧૦માં ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો પરંતુ ૧૯મી એપ્રિલ ૨૦૧૭ના દિવસે સુપ્રીમ કોર્ટે રાયબરેલી કોર્ટમાંથી તેમના કેસને લખનૌ કોર્ટમાં શિફ્ટ કરવા અને કાવતરા આરોપોને ફરી સજીવન કર્યા હતા. સુપ્રીમ કોર્ટે એક મહિનાની અંદર આરોપો ઘડવા માટે ખાસ સીબીઆઈ કોર્ટને આદેશ કર્યો હતો. જેથી સીબીઆઈ કોર્ટે ઉતાવળમાં આરોપો ઘડવાની શરૂઆત કરી હતી. બે વર્ષની અંદર ટ્રાયલને પૂર્ણ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાનમાં દરરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

Related posts

માલણકા ગામે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નું અનાવરણ કરાયું

aapnugujarat

लॉकडाउन में EMI पर ब्याज छूट मामले में RBI को SC की फटकार

editor

ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું દેહરાદૂન પાણી પાણી

editor

Leave a Comment

UA-96247877-1