Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કોરોના સંક્રમિતો બે કરોડને પાર

દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિન-પ્રતિદિન કોરોના કેસોમાં નવો રેકોર્ડ બની રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા ૨૪ કલાકમાં ૩,૫૭,૨૨૯ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં સતત ૧૩મા દિવસે કોરોનાના સાડાત્રણ લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૪૯ લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૨,૦૨,૮૨,૮૩૩ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી ૨,૨૨,૪૦૮ લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને ૧,૬૬,૧૩,૨૯૨ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૩,૨૦,૨૮૯ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા ૩૪,૪૭,૧૩૩ પહોંચી છે. રિકવરી રેટ વધીને ૮૧.૯૧ ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૧૦ ટકા થયો છે.
દેશમાં અત્યાર સુધીમાં ૧૫,૮૯,૩૨,૯૨૧ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૭,૦૮,૩૯૦ લોકોને રસી આપવામાં આવી હતી.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશના અલગ-અલગ રાજ્યોમાં હાલમાં કોરોના વાયરસના ૩૪,૪૭,૧૩૩ સક્રિય કેસ છે. આ પહેલા સોમવારે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે દેશના ઘણા રાજ્યોમમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન પણ તેજીથી ચલાવવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીના આંકડા મુજબ દેશના અલગ અલગ ભાગોમાં કોરોના વાયરસ વેક્સીનનો કુલ ૧૫,૮૯,૩૨,૯૨૧ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
સોમવારે એક રાહતના સમાચાર એ વખતે પણ આવ્યા જ્યારે મહારાષ્ટ્ર અને દિલ્લીમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં કમી જોવા મળી. મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાયરસના ૪૮,૬૨૧ નવા કેસ રેકૉર્ડ કરવામાં આવ્યા જ્યારે ૫૯,૫૦૦ દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા ગયા. વળી, મુંબઈમાં પણ અત્યાર સુધીના સૌથી ઓછા કોરોના કેસ નોંધવામાં આવ્યા. સોમવારે મુંબઈમાં કોરોના વાયરસના ૨૬૬૨ નવા કેસ આવ્યા જ્યારે ૫૭૪૬ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી.

Related posts

बिहार में बाढ़: हवाई सर्वे कर लौटे सीएम नीतीश, कहा, रिलीफ कैंप में कोई कमी नहीं हो

aapnugujarat

बाबरी विध्वंस मामले की आडवाणी के राष्ट्रपति पद की उम्मीदवारी पर असर नही होगी

aapnugujarat

ચીનનો મુકાબલો કરવા અંદમાન-નિકોબારમાં ફાઈટર જેટ તહેનાત કરશે ભારત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1