Aapnu Gujarat
ગુજરાત

આગામી તહેવારોની શાંતિમય વાતાવરણમાં ઉજવણી થઇ શકે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકીંગ

પોરબંદર પોલીસ દ્વારા આગામી તહેવારોને ધ્યાને લઇ શહેરમાં સ્નિફર ડોગની મદદથી ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ ડ્રોન કેમેરાની મદદથી પણ શહેરમાં ચાપતી નજર રાખવામાં આવી રહી છે. ભગવાન પરશુરામજીના જન્મોત્સવ તેમજ રમઝાનઇદનો તહેવારની ઉજવણી શાંતપૂર્ણ રીતે ઉજવાય તે હેતુંથી પોરબંદર પોલીસ દ્વારા સતત ચેકીંગની કાર્યાવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચના હેઠળ પોરબંદર શહેર એસઓજીના પીઆઇ કે. આઇ. જાડેજા તથા પીએસઆઇ એચ. સી. ગોહિલની સૂચના આધારે નાર્કોટિક્સ અને ઓક્ષપ્લોઝીવની તપાસ હાથ ધરી શકાય તે માટે બે સ્નિફર ડોગ પોરબંદર ખાતે મંગાવી આ ડોગની મદદથી પોરબંદરના બંદર વિસ્તાર, મછીયારા એરિયા, જેટી, અસ્માવતી ઘાટ તથા સામાકાંઠા વિસ્તારમાં ફીશીંગ કરી પરત ફરેલ બોટો, પીલાણાની ચેકીંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી. તેમજ મછીના દંગામાં પણ પોલીસ દ્વારા સ્નિફર ફોગ દ્વારા નાકોટિક્સ તથા એક્ષપ્લોઝીવ લગત વસ્તુનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આગામી તહેવારોમાં મોટું માનવ મહેરામણ ઉમટવાનું હોય ત્યારે પોલીસ દ્વારા આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવણી થઇ શકે જેને લઇને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પોરબંદર શહેર વિસ્તાર તેમજ રાણાવાવ તથા કુતિયાણા વિસ્તારમાં સર્વેલન્સ હાથ ધરવામાં આવેલું હતું. આ કામગીરીમાં એસઓજીના પીઆઇ કે. આઇ. જાડેજા, પીએસઆઇ એચ. સી. ગોહિલ તથા એસઓજીના તમામ કર્મચારીઓ જોડાયા હતા. તથા ડી. એમ. ભાવર ડોગ હેન્ડલર આર્મડ પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ. વી. દાફડા જોડાયા હતા.

Related posts

ધ્રાંગધ્રાના હરીપર ગામ પાસે આવેલો ૪૨ વર્ષ જૂનો પાણીનો ટાંકો ધરાશાઇ થતા હાલાકી

aapnugujarat

ભાવનગરમા સરકારની ગાઈડલાઈન્સ મુજબ રથયાત્રા યોજાશે

editor

भगवान का पट खुले उसके पहले भक्त भक्तिरस में डूबे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1