Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમા સરકારની ગાઈડલાઈન્સ મુજબ રથયાત્રા યોજાશે

સુરેશ ત્રિવેદી, ભાવનગર

અષાઢી સુદ બીજના દિવસે શ્રી ભગવાન જગન્નાથજી રથયાત્રા નું આયોજન સ્વ શ્રી ભીખુભાઈ ભટ્ટ અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૬ વર્ષથી કરવામાં આવે છે આ ૩૬ વર્ષ દરમિયાન અનેકવિધ પડકારો અને સંઘર્ષો ની વચ્ચે પણ દબ દબા પૂર્વક આ રથયાત્રા નીકળી છે આગામી તારીખ 12 7 2021ને સોમવારના રોજ ૩૬મી ભગવાનની રથયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે ગયા વર્ષે કોરોના ને હિસાબે રથયાત્રા થઇ શકી ન હતી પણ આ વર્ષે કોરોના ની બીજી લહેર પૂર્ણ થઇ ગયેલ છે ત્યારે હવે પછી સંક્રમણ ન થાય અને સરકારશ્રીની covid-19 ની ગાઈડ લાઈન પ્રમાણે આગામી તારીખ 12 7 2021 ના રોજ રથયાત્રા સુભાષનગર મંદિરે થી 8:00 કલાકે પ્રસ્થાન થઇ 12:30 કલાકે મંદિરે પરત ફરશે
સોમવારે અષાઢી બીજને દિવસે સવારે 08:00 ભગવાન શ્રી જગન્નાથજી મોટા ભાઇ શ્રી બલરામ અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ ની શાસ્ત્રી કિરણભાઈ વ્યાસ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવશે અને સંતો મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી વિજય રાજ સિંહ જી તથા યુવરાજ શ્રી જય વીર સિંહ ના વરદ હસ્તે સોનાના ઝાડુથી છેડાપોરા વિધિ તથા પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે તેમ આ અંગે માહિતી આપતા રથયાત્રા સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી ધીરુભાઈ ગોંડલીયા એ પત્રકાર પરિષદમાં વિશેષમાં જણાવેલ કે પરંપરાગત રીતે જે કાસ્ટમાં રથમાં ભગવાન ને બિરાજમાન કરવામાં આવે છે તે રથમાં ભગવાન ને બિરાજમાન કરવામાં આવશે શ્રી જગન્નાથજી મંદિર સુભાષ નગર થી 8:00 કલાકે પ્રસ્થાન થઇ મહિલા કોલેજ આંબાવાડી ઘોઘા સર્કલ વગેરે શહેરમાં 18 કિલો મીટરની આ યાત્રા મંદિરે 12:30 કલાકે પહોંચશે રથ મા દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે નહીં ફુલ હાર તથા પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવશે નહીં રથયાત્રા લાઇવ પ્રસારણ youtube ચેનલ અને facebook ઉપર તથા ઘરે અન્ય ચેનલો દ્વારા કરવામાં આવશે જે પ્રસારણ દ્વારા ઘરે ભગવાનના દર્શન કરી પાવન થવા નમ્ર અપીલ હરૂભાઈ ગોંડલીયા એ કરી છે ગોંડલીયા એ કરી છે

Related posts

બિટકોઇન કેસ : ૧૦ આરોપી વિરૂદ્ધ સમન્સ જારી

aapnugujarat

હાર્દિક અને લાલજી પટેલને બે વર્ષની જેલ

aapnugujarat

સૂરતમાં જીએસટી વિરોધીઓએ દુકાન ખોલનારા વેપારીની ધોલધપાટ કરી, ફૂડ કિટ આપી બંધ કરાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1