Aapnu Gujarat
ગુજરાત

પ્રતિબંધિત પાણીના પાઉચનુ ધમધોકાર વેચાણ

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

રાજ્યભરમાં સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત તથા સ્વાસ્થ્ય માટે પ્લાસ્ટીકમા પાણીના પેકીંગ કરી પાઉચ વેચાણ પર પ્રતિબંધ હોવા છતા પણ ધ્રાંગધ્રા પંથકમાં આવા અનેક કારખાનાઓ ધમધમે છે.જેમા પ્રતિબંધ હોવા છતા પણ પાણીના પાઉચ પ્લાસ્ટીકમા પેકીંગ કરી વેચાણ થતા નજરે પડે છે. જોકે આ પ્લાસ્ટીકમા પેકીંગ કરેલ પાણી અનેક દિવસો સુધી રહેતા લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. જેથી સરકાર દ્વારા આ પાણીના પાઉચ પર પ્રતિબંધ છે, છતા પણ ધ્રાંગધ્રા પંથકમાં હળવદ રોડ પર આવેલા “શ્રી હરી મિનરલ” કારખાનામાં સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી બિન્ધાસ્તપણે પાણીના પાઉચ બનાવવામા આવી રહ્યા છે. તંત્રની રહેમનજર હેઠળ ચાલતી આ પાણીના નામે ઝેર પીરસતા કારખાના પર સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા કોઇ કાયઁવાહી કરવામાં આવી નથી રહી. સ્થાનિકોને માંગ છે કે ધ્રાંગધ્રા પંથકમાં પાણીના પાઉચ બનાવતા કારખાનાઓ પર કાયદેસર કાયઁવાહી થાય.

Related posts

જૂહાપુરામાં રિક્ષાચાલકે યુવકને ટક્કર મારતાં સ્થળે કરૂણ મોત

aapnugujarat

૧૨થી ૨૦ જાન્યુઆરી સવારે ૬થી ૮ અને સાંજે ૫થી ૭ પતંગ નહીં ચગાવી શકાય

aapnugujarat

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1