Aapnu Gujarat
ગુજરાત

સૂરતમાં જીએસટી વિરોધીઓએ દુકાન ખોલનારા વેપારીની ધોલધપાટ કરી, ફૂડ કિટ આપી બંધ કરાવી

કાપડને જીએસટી મુક્ત કરાવવાની માગ સાથે ઓલ ઇન્ડિયાના ટેક્સટાઇલ વેપારીઓએ શરૂ કરેલા આંદોલન સામે સરકાર ઝૂકવાના મૂડમાં નથી. ત્યારે શહેરના ટેક્સટાઇલ વેપારીઓની ધીરજ ખૂટી છે અને દુકાનો ફરી ખોલી રહ્યાં છે. આવી જાણ થતા વેપારીઓના ટોળાં દુકાનો બંધ કરાવવા માર્કેટમાં ફરી રહ્યાં છે. જેને લઇ ભારે હોબાળો મચી ગયો હતો..આ મુદ્દે એક વેપારી સાથે ઝપાઝપી થઈ હોવાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો.મિલેનિયમ માર્કેટમાં સવારે અમુક વેપારીઓએ દુકાનો ખોલવાનું શરુ કર્યું હતું. જેની જાણ જીએસટીનો વિરોધ કરી રહેલા વેપારીઓને થતાં બંધ કરવા દોડી આવ્યાં હતાં. દુકાન ખોલાવવા એક વેપારી મદદ કરી રહ્યો હોવાની જાણ થતા વેપારી સાથે ઝપાઝપી થઈ હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

માર્કેટમાં પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. રીંગરોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટો બંધ છે તેમાં કોઇ વેપારી દુકાન ચાલુ રાખીને ન બેસે તે માટે વિરોધ કરતાં વેપારીઓનું એક ટોળુ માર્કેટમાં ફર્યું હતું અને દુકાનો બંધ કરાવી હતી.જીએસટી સંઘર્ષ સમિતિ અને ટેક્સટાઇલ યુવા બિગ્રેડ દ્વારા માર્કેટની દુકાનો ખોલનાર વેપારીને ફૂડ કિટ આપી ગાંધીગીરી કરવામાં આવી હતી.  જીએસટીના વિરોધમાં આગેવાની નોંધાવી રહેલા વેપારીઓની બેઠક મળી હતી. ત્યારબાદ જે વેપારી દુકાન ખોલી હતી તેને ફૂડ કિટ આપી ‘તમારા ઘરના સભ્યો ભૂખા નહીં રહે’ તેમ જણાવી દુકાન બંધ કરાવડાવી હતી.

Related posts

Panihati Chida – Dahi Mahotsav at Hare Krishna Mandir, Bhadaj

aapnugujarat

Cyclone ‘Vayu’ no more a threat, nearly 2.75 lac people to return their homes : CM Rupani

aapnugujarat

અરૂણાચલમાં હેલિકોપ્ટર તુટી પડતા અધિકારીઓના કરૂણ મોત થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1