Aapnu Gujarat
ગુજરાત

અરૂણાચલમાં હેલિકોપ્ટર તુટી પડતા અધિકારીઓના કરૂણ મોત થયા

અરૂણાચલપ્રદેશના તવાંગમાંે આઇએએફનુ એમઆઇ-૧૭ વી પાંચ હેલિકોપ્ટન દુર્ઘટનાગ્રસ્ત થઇ જતા સાત લોકોના મોત થયા હતા માર્યા ગયેલાઓમાં પાંચ ઇન્ડિયન એરફોર્સના કર્મચારીઓ હતા જ્યારે બે આર્મીના અધિકારીઓ હતા. આ બનાવથી દેશના સુરક્ષા જવાનોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે.
સવારે છ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અને અન્ય એકને ગંભીર ઇજા તઇ હતી. બિનસત્તાવાર અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હેલિકોપ્ટરમાં સાત લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ હેલિકોપ્ટર પરિવહન હેલિકોપ્ટર હતુ. એર મેન્ટેનન્સ મિશન પર આ હેલિકોપ્ટર હતુ. સમગ્ર મામલામાં કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ કરી દેવામાં આવ્યો છે. આ હેલિકોપ્ટર ચીનની સરહદ નજીક તવાંગ સેક્ટરમાં ઉંડાણ ભરી રહ્યુ હતુ. જુન ૨૦૧૩માં એમઆઇ-૧૭ વી-૫ હેલિકોપ્ટર તુટી પડ્યુ હતુ. ઉત્તરાખંડમાં પુર વેળા બચાવ અને રાહત કામગીરીના મિશન પર હતુ ત્યારે હેલિકોપ્ટર તુટી પડ્યુ હતુ. જેમાં ૨૦ લોકોના મોત થયા હતા. જુલાઇ મહિનામાં એક અહેવાલમાં કહેવામાં આવ્યુ હતુ કે રશિયાએ ગયા વર્ષે અગાઉ કરવામાં આવેલી સમજુતી હેઠળ ભારતને ત્રણ એમઆઇ-૧૭ વી-૫ હેલિકોપ્ટર આપ્યા હતા. બનાવની જાણ થયા બાદ તરત જ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોને પણ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા. રાહત કાર્યમાં સામેલ લોકોઅ અકસ્માત અંગે કોઇ વાત કરી નથી. કેબિનની અંદર પરિવહન કાર્ગોની આમા સુવિધા રહેલી છે. એમઆઈ૧૭-૫વી હેલિકોપ્ટરને વિશ્વના સૌથી અતિઆધુનિક લશ્કરી પરિવહન હેલિકોપ્ટર તરીકે ગણવામાં આવે છે.

Related posts

અમદાવાદ એરપોર્ટ પરથી લોકોને ઈમોશનલ કરી પોતાની ટિકિટના પૈસા પડાવતા શખસની ધરપકડ

aapnugujarat

मनरेगा योजना में बड़ा घोटाला, डेटा के साथ छेड़खानी कर बिल कराया पास

editor

बोपल (कर्णावती) के सामाजिक समरसता समिति द्वारा रक्षाबंधन स्नेह संमेलन और सत्यनारायण भगवान की कथा का आयोजन किया गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1