Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં આપ અને ભાજપના કાર્યકરો તથા કોર્પોરેટર વચ્ચે જાહેરમાં મારામારી.

સુરતમાં રાજકારણ ચરમસીમા પર જોવા મળી રહ્યું છે. આજે આપના કોર્પોરેટરો અને નેતાઓ બીજેપી કાર્યલયનો ઘેરાવ કરવા ગયા હતા. જ્યાં આપના નેતાઓ અને કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો. મહત્વની બાબત તો એ છે કે આ સમગ્ર ઘટના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ બની હતી.

સુરતમાં મનપાની સામાન્ય સભામાં આપ પાર્ટીના કોર્પોરેટરો પોતાની દરખાસ્ત રજૂ કરે તે પહેલાં જ સામાન્ય સભા આટોપી લેવામાં આવી હતી. જેને લઈને આપ પાર્ટીના કોર્પોરેટરો દ્વારા આખી રાત સભા ખંડમાં વિતાવી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ બપોરે પોલીસ બોલાવી તેઓને બળજબરી સભા ખાંડ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ વેળાએ મનપા કચેરીમાં ઘર્ષણ સર્જાયું હતું. અને મહિલા નગર સેવકના કપડાં પણ ફડવામાં આવ્યા હતા. અને એક પુરુષ કોર્પોરેટરનું ગળું પણ પકડી લેવામાં આવ્યુ હતું. આ મામલે આપ પાર્ટી દ્વારા બીજેપી કાર્યાલય નો ઘેરાવ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં અગાઉ થી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવમાં આવ્યો હતો. એસીપી ડીસીપી કક્ષાના પોલીસ અધિકારીઓ બીજેપી કાર્યાલય બહાર તૈનાત હતા.

આપ ના નેતાઓ અને કાર્યકરો બીજેપી કાર્યાલય બહાર ઘેરાવ કરવા પહોંચ્યા હતા. ત્યારે હાજર પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત શરૂ કરવામાં આવી હતી. આપના કાર્યકરોની ટીંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા હતા જેથી અહીં આપના કોર્પોરેટર અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. અહીં ઘર્ષણ સર્જાયું હતું.

એટલું જ નહી ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં અહી મારામારી પણ થઇ હતી. અહી આપના કાર્યકરો અને નેતાઓ સાથે ટપલી દાવ તેમજ અસામાજિક તત્વો હોય તે રીતના માર મારતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

બીજેપી અને આપના કાર્યકરો અહી આમને સામને આવી ગયા હતા બીજેપીના કાર્યકરોએ ખાલીસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. તેમજ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ પીસીઆર વાન પર હુમલો કરતા નજરે ચઢ્યા હતા. અહી આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીય સાથે પણ ટપલી દાવ કરાયો હતો. તેઓની ટીંગાટોળી કરીને લઇ જવામાં આવ્યા હતા આ ઉપરાંત કોંગ્રેસમાંથી આપ પાર્ટીમાં આવેલા પૂર્વ નગર સેવક દિનેશ કાછડિયાને પણ અહી માર મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતમાં રાજકારણ ગરમાયુ છે. એક તરફ કેજરીવાલ અને સીઆર પાટીલ વિરુદ્ધ ટ્વીટર વોર ચાલુ રહ્યો છે. ત્યારે સુતરતમાં છેલ્લા ત્રણ દિવસ થી રાજકીય માહોલ ગરમાયો છે. ત્રણ દિવસ થી આપ પાર્ટી વિરોધ કરી રહી છે.

Related posts

કોર્પોરેશનમાં તોડફોડને લઇ કોંગીના બે ધારાસભ્ય સહિત ૨૫ લોકો સામે ફરિયાદ

aapnugujarat

मेयर सहित पदाधिकारियों ने असरग्रस्त क्षेत्रों का राउन्ड लिया

aapnugujarat

ખોખરામાં લાખોની મત્તાની ચોરી થતાં સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1