Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતના સ્થાપના દિવસ પર જ મજૂર દિવસ શા માટે ઉજવવામાં આવે છે જાણો શું છે મહત્વ

ગુજરાત દિવસ 2022, 1લી મે એટલે કે આજે ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ગઈ કાલે ઉજવવામાં આવ્યો હતો. ત્યારે આ દિવસે મજૂર દિવસની પણ ઉજવણી કરવામાં આવે જ છે. આ દિવસે જેમ ગુજરાત રાજ્યની રચનાની રઉજવણી કરે છે. રાજ્ય પ્રાચીન સમયથી વિશ્વના નકશા પર ગુજરાતનું રાષ્ટ્રીય મહત્વ ઐતિહાસિક રીતે રહેલું છે.

ભારતના ઈતિહાસમાં 1 મે 1960નો દિવસ ગુજરાત માટે ખાસ એટલા માટે રહ્યો હતો કેમ કે, આ દિવસે આંતરરાષ્ટ્રિય મજૂર દિવસની સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે.

1 મે 1960ના રોજ બૃહદ મુંબઈ અલગ પડ્યુ અને બોમ્બેના ભાગલા પડ્યા અને 2 અલગ રાજ્યો થયા ગુજરાત અને મહારાષ્ટ્ર તરી આવ્યા. ત્યારથી આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતભરના શ્રમિકોને સમર્પિત કરાયો હોવાથી મજૂર દિવસ અથવા શ્રમિક દિવસની ઉજવણી કરાય છે.

મજૂર દિવસ પણ ગુજરાત સ્થાપના દિન પર દર વર્ષે 1 મેના રોજ એવા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે પોતાના લોહી પાણી એક કરીને દેશ અને દુનિયાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

મજૂરો અને કામદારોનું વિશેષ મહત્વ રહેલું છે. કોઈ પણ દેશ, સમાજ, સંસ્થાઓ અને ઉદ્યોગોના વિકાસમાં મજૂરો, કામદારો અને મહેનતુ લોકોની મહત્વની ભૂમિકા હોય જ છે. બલિદાન બદ વિશ્વ કક્ષાએ મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનું કારણ પણ મોટું છે. આ દિવસે કામદારો તેમના હક્કોને લઈને હમેશા સંવેદન હંમેશા સંવેદનશીલતાને યાદ કરે છે અને તેમના હક્કોને યાદ કરે છે.
વિશ્વના લગભગ 80 દેશોમાં આ દિવસે રાષ્ટ્રીય રજા છે. ભારતમાં 1 મે 1923ના રોજ ચેન્નાઇમાં મજૂર દિવસની ઉજવણી પ્રથમ વાર કરવામાં આવી હતી.
વિશ્વ કક્ષાએ જ્યારે વાત કરીએ તો અમેરિકામાં જ્યારે મજુર યુનિયનના સભ્યોએ કામના કલાકોને 9 કલાકથી વધુ ન રાખવા માટે માગણી કરી હતી અને તેના માટે હડતાળ કરી હતી. આ હડતાળ દરમિયાન શિકગોની અંદરૉબોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટ કોના દ્વારા કરાયો હતો તેની જાણકારી તો ત્યારે એ સમયે કોઈને નહોતી પરંતુ પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા હડતાળને ખતમ કરવા માટે પોલીસે મજૂરો પર ફાયરિંગ કર્યું અને અનેક મજૂરો માર્યા ગયા હતાં.

1 મે, 1886ના રોજ, 3 લાખથી વધુ મજૂરો તેમની માંગને પૂરી કરાવવા માટે વળવા માટે શેરીઓમાં વિરોધ કરવા ઉતર્યા. બોમ્બ બ્લાસ્ટ પછી પોલીસે વિરોધ પર નિયંત્રણ મેળવવા માટે વિરોધ કરી રહેલા કાર્યકરો પર ગોળીબાર કર્યો હતો. આ અકસ્માતમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. હાલમાં ભારત સહિત 80 દેશોમાં મનાવાય છે મજૂર દિવસ.

Related posts

પદ્માવતના રિલિઝ અંગેની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ટળી

aapnugujarat

ડાકોર ફાગણી પૂનમના મેળા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાનું આયોજન

aapnugujarat

સુરતની હવા પણ દિલ્હી જેટલી જ પ્રદુષિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1