Aapnu Gujarat
ગુજરાત

સુરતની હવા પણ દિલ્હી જેટલી જ પ્રદુષિત

દેશની રાજધાની દિલ્હીમાં હવાના પ્રદુષણના મુદ્દે છેલ્લા ત્રણ વર્ષથી હોબાળો મચી રહ્યો છે, પરંતુ સુરતની હવા પણ દિલ્હી જેટલી જ પ્રદુષિત છે. સુરતની દુષિત હવા અંગે હજુ સુધી ગંભીરતાથી વિચાર થયો નથી. સુરતની હવામાં હાનીકારક તત્વોનું પ્રમાણ માન્યતા પ્રાપ્ત ધારાધોરણો કરતા અનેકગણું વધારે છે.
આ જ કારણોસર પાલિકાએ હવાનું પ્રદુષણ ઘટાડવા બે હજાર કરોડના પ્રોજેકટ પર કામ શરુ કર્યું છે.દિવાળીના દિવસોમાં સુરતનો એર કવોલીટી ઇન્ડેકસ ૮૫ હતો. એર કવોલીટી ઇન્ડેકસ ૧૦૦ની અંદર હોય એટલે હવા તંદુરસ્ત કહી શકાય. છેલ્લા એક જ મહિનામાં એર કવોલીટી ઇન્ડેકસ ૮૫ થી વધીને ૩૪૬ થઇ ગયો છે. સવારે સાત થી આઠ વાગ્યાના સમયગાળામાં એર કવોલીટી ઇન્ડેકસ ૪૦૦ને પાર કરી જાય છે. દિલ્હીમાં આજે એર કવોલીટી ઇન્ડેકસ ૩૮૭ નોંધાયો છે. દિલ્હીમાં સરેરાશ ૩૦૦ થી ૪૦૦ની રેન્જમાં એર કવોલીટી ઇન્ડેકસ જોવા મળે છે. દિવાળી બાદ સુરતમાં પણ આ જ રેન્જ જોવા મળી છે.
છેલ્લા એક મહિનામાં શિયાળાને કારણે શહેરની હવામાં પ્રદુષણની માત્રા વધી હોવાનું નોંધાયું છે. આ બાબતને અંત્યત ગંભીરતાથી લઇને પાલિકાએ હવાનું પ્રદુષણ નાથવા માટે લાંબા ગાળાના પગલા વિચારવાનું શરુ કર્યું છે. પાલિકાના સ્વભંડોળમાંથી પ્રોજેકટ સાકાર નહી થઇ શકે તો કેન્દ્ર સરકારની મદદથી આગળ વધવામાં આવશે.શહેરમાં હવાનું પ્રદુષણ માપવા માટે એર કવોલીટી ઇન્ડેકસ મોનીટર કરવા પાલિકાએ વરાછા ઝોન અને લિબાયત ઝોન કચેરી પર મશીન મુકયું છે. આ મશીન દ્રારા દર સેકન્ડે એર કવોલીટી ઇન્ડેકસ માપવામાં આવે છે.
પાલિકાની વેબસાઇટ પર એર કવોલીટી ઇન્ડેકસનો આંક સતત અપડેટ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા ચાર દિવસથી પાલિકાની વેબસાઇટ પર એર કવોલીટી ઇન્ડેકસનું અપડેટ બંધ થઇ ગયું છે. હવાનું પ્રદુષણ અચાનક વધી જતા પાલિકાએ અપડેટ બંધ કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે જયારે બીજી તરફ પાલિકાએ ટેકનીકલ કારણ આગળ ધર્યું છે.

Related posts

ગેસના બાટલા પર વસૂલાતો જીએસટી નાબૂદ કરવા માંગ

aapnugujarat

ડભોઈમાં શ્રી. ડી.એમ. નારીયાવાળા આયુવેર્દિક હોસ્પિટલ ખાતે આયુવેર્દિક ઉકાળાનું વિતરણ

editor

સ્ટાફ નર્સોને પ્રતિષ્ઠાની એમ્બેસેડર બનવાના અનુરોધ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યાં નિમણૂકપત્ર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1